આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લામાં વૃધ્ધોને નિશાન બનાવી લૂંટ ચાલવાની અને ઘરફોડ ચોરીનો સિલસિલો જોવા મળી રહયો છે. મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટર પાછળ આવેલી ઘનશ્યામ સોસાયટીમાં રહેતા શાંતાબેન પુંજાભાઈ ચૌહાણ નામની વૃદ્ધ વિધવા મહિલાને એક ઠગ મહિલાએ રિક્ષામાંથી માજી તમારા રૂપિયા પાક્યા છે. કહી વાતોમાં ભોળવી એક મહિલાને રિક્ષામાં બેસાડી જીલ્લા સેવાસદન લઈ જઈ અલગ અલગ કચેરીમાં ફેરવ્યા બાદ વૃધ્ધાના હાથમાં પહેરેલા ઘરેણાં સંતાડીનો નહીતો સરકારી અધિકારી જોશે તો સહાય નહીં આપે તેમ કહી તે કહી તેમના માથા પર બાંધેલા સ્કાર્ફમાં હાથમાં રહેલ ત્રણ તોલાની સોનાની બંગડી અને મોબાઈલ મુકવી પોટલું વાળી મહિલા સાથે રહેલી નાની છોકરીના હાથમાં પોટલું પકડાવી દીધુ હતુ અને ત્યારબાદ યુકિત અજમાવી તે પોટલું ચોરી પલાયન થઇ ગયા હતા. વિધવા મહિલા સાથે બનેલી છેતરપિંડીના ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code