લૉકડાઉન લંબાશે કે નહીં ? આવતીકાલે સવારે 10 વાગે પીએમનું રાષ્ટ્રજોગ સંબોધન

અટલ સમાચાર, ડેસ્ક આખરે જેની બધા રાહ જોઈ રહ્યાં હતા તે સવાલનો જવાબ મળી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે દેશને સંબોધિત કરવાના છે. કાલે 21 દિવસનું લૉકડાઉન પણ સમાપ્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન ખુદ આગળનો પ્લાન જણાવી શકે છે કે લૉકડાઉનવધશે કે નહીં. ભારતમાં કુદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા
 
લૉકડાઉન લંબાશે કે નહીં ? આવતીકાલે સવારે 10 વાગે પીએમનું રાષ્ટ્રજોગ સંબોધન

અટલ સમાચાર, ડેસ્ક

આખરે જેની બધા રાહ જોઈ રહ્યાં હતા તે સવાલનો જવાબ મળી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે દેશને સંબોધિત કરવાના છે. કાલે 21 દિવસનું લૉકડાઉન પણ સમાપ્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન ખુદ આગળનો પ્લાન જણાવી શકે છે કે લૉકડાઉનવધશે કે નહીં. ભારતમાં કુદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેને ધ્યાને લઇ આવતી કાલે નરેન્દ્રભાઇ મોદી દેશવાસીયોને સંબોધન કરવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પહેલા આજે મોદીના સંબોધનની વાત કહેવામાં આવી રહી હતી. પરંતુ બાદમાં સરકારી સૂત્રોએ તેને નકારી દીધી હતી. દેશભરમાં પહેલાજ કોરોના વાયરસને કારણે લૉકડાઉન વધવાની ચર્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતકરી હતી. આ બેઠક બાદ તે વાત સામે આવી હતી કે લૉકડાઉન ઓછામાં ઓછું બે સપ્તાહ એટલે કે આ મહિનાના અંત સુધી વધી શકે છે. હવે બની શકે કે વડાપ્રધાન ખુદ આવતીકાલે તેની જાહેરાત કરે.