વિંગ કમાન્ડર અભિનંદનના વધામણાઃસાંજે 4 કલાકે વાઘા બોર્ડરથી ભારત પ્રવેશ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરથી ભારત પરત આવી રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અમે તેઓ પેરાશૂટથી પાકિસ્તાનમાં ઉતર્યા હતા. જે બાદમાં પાકિસ્તાન આર્મીએ તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. જે દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના
 
વિંગ કમાન્ડર અભિનંદનના વધામણાઃસાંજે 4 કલાકે વાઘા બોર્ડરથી ભારત પ્રવેશ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરથી ભારત પરત આવી રહ્યા છે. પાકિસ્તાન સામે કાર્યવાહી દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અમે તેઓ પેરાશૂટથી પાકિસ્તાનમાં ઉતર્યા હતા. જે બાદમાં પાકિસ્તાન આર્મીએ તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા હતા. જે દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના પરિવારનો સંપર્ક કર્યો છે. અને તેમના માતાપિતાનો સંપર્ક કરીને તેમના પુત્રની સલમાતીનો સંદેશ પાઠવ્યો હતો. પાકિસ્તાનની સમા ટીવી સાથે વાતચીત કરતા શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યુ કે “મેં વિંગ કમાન્ડર અભિનંદનના પરિવારને સંદેશ મોકલીને કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમનો પુત્ર સંપૂર્ણ સલામત છે. તેમને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.

પાકિસ્તાન ભારતના પાયલટ અભિનંદનને બાય રોડ ભારત પ્રવેશ માટે નીકળી ગયા છે. અને અહેવાલોનું માનીએ તો સાંજે 4 કલાકે વાઘા બોર્ડરથી બહાદુર પાયલટ ભારતપ્રવેશ કરશે. આ દરમિયાન અભિનંદનના માતા-પિતા પણ તેને આવકારવા માટે વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

વાઘા બોર્ડર ખાતે વહેલી સવારથી જ ભારતીય પ્રશંસકો અભિનંદનને આવકારવા માટે તિરંગા લઈને પહોંચી ગયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએસએફ એલર્ટ પર છે. પંજાબ પોલીસે સવારથી જ વાઘા બોર્ડર ખાતે પહેરો વધારી દીધો છે. ભારત માતા કી જયના નારા સાથે બોર્ડર પર જોશ જોવા મળી રહ્યો છે.