આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ‌ સમાચાર, મહેસાણા

વિજકંપનીની મહિલા કર્મચારીને ખરાબ દ્રષ્ટિનો સામનો કરવો પડી રહ્યાનું સામે આવ્યું છે. મહિલા કર્મચારીએ  રાધનપુર ડીવીઝનનાં અધિકારીની ખરાબ હરકતો વિરુદ્ધ છેક એમડીને રજૂઆત કરતાં ચકચાર મચી ગઇ છે. રજૂઆતને પગલે વડી કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત વીજકંપનીના રાધનપુર ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પી.ટી પટેલ ઉપર સંગીન આક્ષેપો થયા છે. ઈજનેર દ્વારા મહિલા કર્મચારીને મેસેજ અને જોવાની સ્ટાઈલથી પરેશાની થતી હોવાનું સામે આવ્યું છે. ગત 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈનના દિવસે અશોભનીય શાબ્દિક ચર્ચા કરતાં મહિલા કર્મચારી લાલઘૂમ બન્યા હતા.

નજર અને ચર્ચાથી વાત આગળ વધે તે પહેલાં મહિલા કર્મચારીએ યુજીવીસીએલના એમડીને સમગ્ર મામલે રજૂઆત કરતાં મામલો વધુ ગંભીર બની ગયો છે. વીજ કંપનીના એમડી મહેશસિંગે જણાવ્યું હતું કે, અધિકારીની હરકતો અંગે આવેલી રજૂઆતને લઈ તાત્કાલિક અસરથી તપાસના આદેશ કરી દીધા છે. આથી આગામી એક-બે દિવસમાં રિપોર્ટ આવશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

આ તરફ ઇજનેર પી.ટી પટેલે જણાવ્યું હતું કે સામાન્ય ચર્ચા અને માત્ર આક્ષેપ છે. જોકે રજૂઆતની ગંભીરતા અને તપાસ પ્રક્રિયાને પગલે વીજ કંપનીનાં વહીવટી આલમમાં ટૂંક સમયમાં ખળભળાટ સર્જાવાના એંધાણ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code