મહેસાણાની મહિલા આર્ટસ કોલેજની સાંસ્કૃતિક સમિતિ ઉડાને

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની મહિલા આર્ટસ કોલેજની સાંસ્કૃતિક સમિતિ ઉડાન અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વિશે કન્વીનર ડો.અંજુ સુરાણાના માર્ગદર્શનમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રિ.ડો.સુરેશભાઇની અધ્યક્ષતામાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બારોટ શિવાની, દ્વિતીય ક્રમે વાઘેલા એકાન્ત અને તૃતિયક્રમે દ્રષ્ટિ ચૌધરી વિજેતા બન્યા હતા. આ
 
મહેસાણાની મહિલા આર્ટસ કોલેજની સાંસ્કૃતિક સમિતિ ઉડાને

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની મહિલા આર્ટસ કોલેજની સાંસ્કૃતિક સમિતિ ઉડાન અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય યુવા સપ્તાહ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વિશે કન્વીનર ડો.અંજુ સુરાણાના માર્ગદર્શનમાં વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રિ.ડો.સુરેશભાઇની અધ્યક્ષતામાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બારોટ શિવાની, દ્વિતીય ક્રમે વાઘેલા એકાન્ત અને તૃતિયક્રમે દ્રષ્ટિ ચૌધરી વિજેતા બન્યા હતા. આ પ્રસંગે ડો.નંદા જાડેજા, પ્રા.માલવિકા મહેતા, ડો.વજ્રેશ મિત્રી, પ્રા.હસમુખભાઇ ચૌહાણ, દેસાઇ જિનલ, શ્રીમાળી ઇશાએ પ્રાર્થના અને કાર્યક્રમનું સંચાલન નહેરૂ યુવા કેન્દ્રના યુથનોલન્ટીયર સંકેત મકવાણાએ કર્યું હતુ.