ડીસાના રસાણા પાસે બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવતા ચકચાર
અટલ સમાચાર,ડીસા ડીસા તાલુકાના રસાણા ગામ પાસેથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર અને ડીસા તાલુકાના રસાણા ગામ પાસે ૮ ફેબ્રુઆરીએ એક મહિલાની લાશ બિનવારસી હાલતમાં મળી આવતાં લોકોમાં અનેક શંકાઓ ઉપજી હતી. ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ રોચક પલ્સ મિલની બાજુમાં કોહવાયલી હાલતમાં વેસ્ટિજ પાણીમાં
Feb 8, 2019, 18:20 IST

અટલ સમાચાર,ડીસા
ડીસા તાલુકાના રસાણા ગામ પાસેથી અજાણી મહિલાની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર અને ડીસા તાલુકાના રસાણા ગામ પાસે ૮ ફેબ્રુઆરીએ એક મહિલાની લાશ બિનવારસી હાલતમાં મળી આવતાં લોકોમાં અનેક શંકાઓ ઉપજી હતી. ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ રોચક પલ્સ મિલની બાજુમાં કોહવાયલી હાલતમાં વેસ્ટિજ પાણીમાં લાશ મળતા અનેક શંકાઓ જોર પકડ્યું હતું. જો કે આ બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે તાબડતોડ દોડી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.