World Cup 2019: ભારત ઓરેન્જ જર્સી પહેરીને ઇંગલેન્ડ સામે મેચ રમશે

અટલ સમાચાર,ડેસ્ક આઈસીસી વિશ્વકપ-2019માં ભારતીય ટીમ પારંપરિક બ્લૂ કલરની જર્સીમાં દેખાશે. પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારા મુકાબલામાં તેણે પોતાની ‘અલ્ટરનેટ જર્સી’નો ઉપયોગ કરવો પડશે, જે પાછળથી ઓરેન્જ છે. પરંતુ આગળથી આ જર્સી બ્લૂ છે. ઓરિઝનલ બ્લૂ જર્સીની તુલનામાં આ જર્સીની પાછળનો કલર ઓરેન્જ છે. આ મામલાની જાણકારી રાખનારા એક સૂત્રએ જણાવ્યું કે, જેમ ઘણા લોકો કહી
 
World Cup 2019: ભારત ઓરેન્જ જર્સી પહેરીને ઇંગલેન્ડ સામે મેચ રમશે

અટલ સમાચાર,ડેસ્ક

આઈસીસી વિશ્વકપ-2019માં ભારતીય ટીમ પારંપરિક બ્લૂ કલરની જર્સીમાં દેખાશે. પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારા મુકાબલામાં તેણે પોતાની ‘અલ્ટરનેટ જર્સી’નો ઉપયોગ કરવો પડશે, જે પાછળથી ઓરેન્જ છે. પરંતુ આગળથી આ જર્સી બ્લૂ છે. ઓરિઝનલ બ્લૂ જર્સીની તુલનામાં આ જર્સીની પાછળનો કલર ઓરેન્જ છે. આ મામલાની જાણકારી રાખનારા એક સૂત્રએ જણાવ્યું કે, જેમ ઘણા લોકો કહી રહ્યાં છે, આ અવે જર્સી નથી. આ એક પ્રકારની અલ્ટરનેટ જર્સી છે અને આઈસીસીના રમતના નિયમો પર આધારિત છે.

સૂત્રએ કહ્યું, ‘લોકો આ જર્સીને લઈને ઘણા પ્રકારની વાતો કરી રહ્યાં છે. તેને અવે જર્સી કહેવામાં આવી રહી છે પણ તેમ નથી. આ એક અલ્ટરનેટ જર્સી છે, જે ભારતીય ટીમ 30 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ દરમિયાન પહેરશે. આઈસીસીના નિયમો અનુસાર જયમાને આઈસીસી ઈવેન્ટમાં રમતા પોતાની જર્સીના કલરને યથાવત રાખવાનો હોય છે. કારણ કે ભારતની જર્સી પણ બ્લૂ કલરની છે, તેમાં ભારતની જર્સીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.’