આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના ધારણોજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરીયા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2022 સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત કરવાના નિર્ધાર સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી આ માટેના પ્રયાસો હાથ ધરવા નેમ વ્યક્ત કરી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સુત્ર “મેલેરીયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી” ને યથાર્થ કરવા અને મેલેરીયા વિશે લોકોમાં સમજણ કેળવાય તે માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત મેલેરીયા પોસ્ટર પ્રદર્શન, રેલી, પોરા નિદર્શન, ભિંતસુત્રો તથા ગૃપ મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મેલેરીયાના લક્ષણો, મેલેરીયા મચ્છરના ઉત્પતિ સ્થાનો, મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન અને સારવારની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત મેડીકલ ઓફિસર ડૉ. સુકન મોદી દ્વારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સઘન તપાસ કરી તાવના દરેક કેસને સારવાર આપી મેલેરીયા નાબુદીના આયોજન અંગે ચર્ચા કરી હતી. તો ગ્રામ્ય કક્ષાએ આશા બહેન દ્વારા તાવના દરેક કેસને આર.ડી.ટી દ્વારા સારવાર અને પોરાનાશક કામગીરી સઘન બનાવાશે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે.એમ.ઓ મિતેશભાઈ, એમ.પી.એચ.એસ. મેહુલ કતપરા, ધારણોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code