ઝાડિયાણા શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

અટલ સમાચાર, શંખેશ્વર ઝાડીયાણા પ્રા.શાળામાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ અંતર્ગત માતૃભાષા ગૌરવદિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો આપણી માતૃભાષાના મહત્વને સમજે તેમજ વિદેશી ભાષાના આક્રમણ અને આકર્ષણ સામે માતૃભાષાનું સંવર્ધન થાય એવા હેતુ સાથે મહત્વ, ઇતિહાસ, ભાષાની વૈજ્ઞાનિકતા અને જરૂરિયાત, ભાષાનો વિકાસક્રમ ગુજરાતીઓમાં હર્યોભર્યો રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “હું છું ને મારી ભાષા છે, કંઈક
 
ઝાડિયાણા શાળામાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો

અટલ સમાચાર, શંખેશ્વર

ઝાડીયાણા પ્રા.શાળામાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ અંતર્ગત માતૃભાષા ગૌરવદિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો આપણી માતૃભાષાના મહત્વને સમજે તેમજ વિદેશી ભાષાના આક્રમણ અને આકર્ષણ સામે માતૃભાષાનું સંવર્ધન થાય એવા હેતુ સાથે મહત્વ, ઇતિહાસ, ભાષાની વૈજ્ઞાનિકતા અને જરૂરિયાત, ભાષાનો વિકાસક્રમ ગુજરાતીઓમાં હર્યોભર્યો રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “હું છું ને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.”ના સ્લોગન સાથે ગુજરાતી ભાષાનુ ઉમદા વર્ણન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતી ભાષાના જતન માટે યોગદાન આપનાર જાણીતા કવિ, લેખકોનો, પુસ્તક, કાવ્યોનો રસાસ્વાદ જેવા વિવિધ વિષયોની રસાળ શૈલીમાં શાળાના શિક્ષકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સાૈએ સાથે મળી માતૃભાષાનું ગૌરવગાન ગાયું હતું. માતૃભાષાની બળુકી કવિતાઓ દ્વારા શહીદોની વંદના કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ સંચાલન બદલ શાળાનો આભાર વ્યક્ત કરાયો હતો.