World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં યોગ દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. જેમ મોટી સંખ્યામાં
 
World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં યોગ દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. જેમ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પાટણ

પાટણ નાં જીમખાનામાં આવેલ સ્વિમિંગ પુલ ખાતે પણ જોવા અનોખા યોગ મળ્યા હતા. સ્વિમિંગ પુલના સભ્યોએ કર્યા પાણીમાં વિવિધ યોગ.

ઉંઝા

World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા

વિશ્વ યોગ દિવસને લઇ ઉંઝા ધારાસભ્ય આશાબેન પટેલે પણ જીમખાના ગ્રાઉન્ડ ઉંઝા ખાતે યોગા કર્યા હતા.

બનાસકાંઠા

World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા
દશરથ ઠાકોર સુઇગામ

ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર B,S,F જવાનોએ યોગા કર્યા, સુઇગામ મામલકદાર કુલદીપસિંહ વાળાએ પણ બોર્ડર ઉપર જઈને યોગા કર્યા

સિધ્ધપુર

World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા

ગોકુલ ગ્લોબલ યુનીવર્સીટી, સિધ્ધપુર ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે યુનીવર્સીટીના ચેરમેન માનનીય બલવંતસિંહ રાજપૂત  (ચેરમેન જીઆઈડીસી, ગુજરાત) , યુનીવર્સીટીના કુલસચિવ ડૉ. રામસિંહ રાજપૂત , શા.શિ. નિયામક ડૉ. ગણેશ યુ. રાજપૂત , તમામ કોલેજના પ્રિન્સીપાલઓ, સ્કુલના પ્રિન્સીપાલઓ, એકેડમિક સ્ટાફ, આયુર્વેદિક હોસ્પિટલ સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા.

World Yoga Day: ઉ.ગુ. સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે. જેની મંજૂરી મેં આપી દીધી છે. ગુજરાતના જન જન સુદી યોગાસનનો પ્રચાર-પ્રસાર નિયમિત કરે, યોગ સંસ્થાઓેન જોડવામાં આવે. તેમજ રોગ પહેલાની જાળવણી તેઓ કરશે. જેથી લોકો રોગમુક્ત બનશે અને તેનાથી સમાજ ગરીબમુક્ત બનશે.