ચિંંતાજનક@ગુજરાત: 24 કલાકમાં નવા 256 દર્દીઓ, કુલ 3071, સૌથી વધુ અમદાવાદમાં

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 256 કેસ પોઝિટિવ આવ્યાં છે જે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 2003 કેસ થયા છે. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા
 
ચિંંતાજનક@ગુજરાત: 24 કલાકમાં નવા 256 દર્દીઓ, કુલ 3071, સૌથી વધુ અમદાવાદમાં

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 256 કેસ પોઝિટિવ આવ્યાં છે જે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 2003 કેસ થયા છે. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 3071 થઈ. જેમાં 2626 દર્દીઓ સ્ટેબલ કન્ડિશનમાં છે જ્યારે 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 282 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને 133 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 48,315 ટેસ્ટ હાથ ધરાયા છે. જિલ્લાવાર પરિસ્થિતિ જોઈએ તો સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદમાં આજે નવા 182 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 7 કેસ, સુરતમાં 34 કેસ, આણંદમાં 5, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, છોટાઉદેપુરમાં 2, ગાંધીનગરમાં 4, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, પાટણમાં 1, સુરેન્દ્રનગરમાં 1, કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં હાલ 32119 લોકો હોમ કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 3565 લોકો સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. 246 લોકો પ્રાઈવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. આમ કુલ કોરોન્ટાઈન લોકોની સંખ્યા 36,730 છે. આ અગાઉ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ અગાઉ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પઆ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ.