ચિંતાજનક@ગુજરાતઃ 24 કલાકમાં 95 પોઝિટિવ કેસ, કોરોનાના કુલ 281 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95
 
ચિંતાજનક@ગુજરાતઃ 24 કલાકમાં 95 પોઝિટિવ કેસ, કોરોનાના કુલ 281 દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 21, રાજકોટમાં 2 અને કચ્છમાં 2 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142 કોરોનાના દર્દી થઈ ગયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે. હાલ 215 સારવાર હેઠળ છે જેમાં 212ની હાલત સ્થિર અને 3 દર્દી વેન્ટીલેટર પર છે.

છેલ્લા 24 કલાકમાં 1977 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 78 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 356 રિપોર્ટ પેન્ડિગ છે. ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે.