ચિંતાજનકઃ આ કંપનીની કોરોના રસી મૂકાવ્યાના 2 દિવસ બાદ મહિલાનું મૃત્યુ, પિતાએ જવાબ માંગ્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના રસી અંગે આવી રહેલા સારા સમાચારો વચ્ચે એક ખુબ જ ડરામણા સમાચાર આવ્યા છે. પોર્ટુગલમાં ફાઈઝરની કોરોના રસી લીધા બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનો મોત થઈ ગયું. મૃતક સોનિયા અસેવેદો કેન્સર હોસ્પિટલમાં કામ કરતી હતી. મળતી માહિતી મુજબ કોરોના રસી લીધા બાદ લગભગ 48 કલાક પછી નવા વર્ષના દિવસે અચાનક સોનિયાનું મોત
 
ચિંતાજનકઃ આ કંપનીની કોરોના રસી મૂકાવ્યાના 2 દિવસ બાદ મહિલાનું મૃત્યુ, પિતાએ જવાબ માંગ્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના રસી અંગે આવી રહેલા સારા સમાચારો વચ્ચે એક ખુબ જ ડરામણા સમાચાર આવ્યા છે. પોર્ટુગલમાં ફાઈઝરની કોરોના રસી લીધા બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનો મોત થઈ ગયું. મૃતક સોનિયા અસેવેદો કેન્સર હોસ્પિટલમાં કામ કરતી હતી. મળતી માહિતી મુજબ કોરોના રસી લીધા બાદ લગભગ 48 કલાક પછી નવા વર્ષના દિવસે અચાનક સોનિયાનું મોત થયું. મહિલાના મૃતદેહનું જલદી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બે બાળકોની માતા સોનિયા પોર્ટુગલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજીમાં કામ કરતી હતી. ફાઈઝરની રસી લગાવ્યા બાદ તેની અંદર કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નહતી. સોનિયાના પિતા અબિલિયો અસેવેદોએ એક પોર્ટુગીઝ અખબાર સાથે વાત કરતા કહ્યું કે તેમની પુત્રી ઠીક હતી. તેને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન હતી. મારી પુત્રીએ કોરોનાની રસી મૂકાવી હતી. પરંતુ તેનામાં કોઈ લક્ષણ નહતા. તેમણે વધુમાં કહ્યું કે, ‘હું નથી જાણતો કે શું થયું છે. હું માત્ર જવાબ માંગુ છું. હું ફક્ત એ જાણવા માંગુ છું કે કયા કારણસર મારી પુત્રીનું મોત થયું.’

સોનિયા અસેવેદોની હોસ્પિટલે પણ તેને ફાઈઝરની રસી આપવા અંગેની પુષ્ટિ કરી છે. હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે 30 ડિસેમ્બરના રોજ જ્યારે સોનિયાને રસી આપવામાં આવી ત્યારે તેની અંદર તત્કાળ અને અનેક કલાકો પછી પણ કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળી નહતી. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનિયાના મોતના કારણોની તપાસ થઈ રહી છે. મૃતક આ કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતી હતી. સોનિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરંતુ તેનું મોત તેના પાર્ટનરના ઘરે થયું. રસી લગાવ્યા બાદ સોનિયાએ ફેસબુક પર ફેસમાસ્ક સાથે તસવીર પણ શેર કરી હતી.