આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા 

મહેસાણા શહેરમાં રવિવારે રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ૩૮મી વિશાળ રથયાત્રા નીકળી હતી . તોરણવાળી ચોક થી બપોરે 2:00 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન શ્રીરામ રથમાં બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપવા રસ્તા ઉપર નીકળ્યા હતા. રથયાત્રાની સાથે મોટી સંખ્યામાં વિવિધ મંડળીઓ અને વિવિધ ટેબલો જોવા મળ્યા હતા તેમજ આ રથયાત્રામાં પ્રથમ વખત અર્ધલશ્કરી દળોનો પહેરો જોવા મળ્યો હતો. બીએસએફની ટુકડીએ સુરક્ષા માટે તૈનાત જોવા મળી હતી.

રસ્તામાં ઠે ર ઠેર રામ ભક્તો માટે સેવા કેમ્પો ધમધમ્યા હતા. પોલીસ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોડી સાંજે રથયાત્રા નિજ મંદિરે પહોંચે છે રથયાત્રામાં આસપાસના ગામમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે હતા રવિવારે બપોરે બે કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ પહેલા ધર્મ સભા પણ યોજાઇ હતી. રામજી કી નીકલી સવારી, રામજીકી લીલા હે ન્યારી. એક તરફ લક્ષ્મણ એક તરફ સીતા સહિત ના ડીજે પર ગીતો સાંભળવા મળ્યા હતા.

25 Oct 2020, 7:13 AM (GMT)

COVID-19 Global Stats

42,952,534 Total Cases
1,154,964 Death Cases
31,674,764 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code