આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકાના આછુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજ રોજ તા. ૨૮/૦૬/૨૦૧૯ના રોજ વાવ તાલુકાના આછુવા પ્રા. આ. કે. અને ઉ. બુ. વિદ્યાલય, ટડાવના સંયુક્ત ઉપક્રમે તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય રામજીભાઈ પટેલ અને વાવ તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. એચ. વી. જેપાલ દ્વારા જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

સ્પર્ધામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વળી, સપ્તધારા થી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સપ્તધારા સાધક કિર્તીભાઇ ત્રિભોવનભાઈ બારોટ દ્વારા પપેટ શો ના માધ્યમથી વ્યસનમુક્તિ વિશે ના મહત્ત્વનાં સંદેશા આપવામાં આવ્યા હતા.

સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને તેમને ઈનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં પ્રા.આ.કે. આછુવા ના મેડિકલ ઓફિસર ડૉ. કિશનસિંહ ચૌહાણ, મ. પ. હે. સુ. શભાણાભાઈ સુથાર અને મ. પ. હે. વ., ગીરીશ ડામોર હાજર રહ્યાં હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code