વાવઃ ખેડૂતોએ જાતે કેનાલની સફાઇ હાથ ધરી, તંત્ર ઉપરથી ભરોષો ઉઠ્યો

અટલ સમાચાર, વાવ (રમેશ રાજપૂત) વાવ તાલુકાના ખેડૂતોની તંત્ર પરિક્ષા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. કેનાલોની સાચવણી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે. આમ છતાં વાવના માલસણ બ્રાન્ચથી નીકળતી જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની સાફસફાઈ કરાતી નથી. અધિકારીઓ ઉપરથી ભરોષો ઉઠી જતાં આજે વિસ્તારના ખેડૂતોએ જાતે જ કામ હાથ ધર્યું હોવાના દ્રશ્યો સામે આવતા
 
વાવઃ ખેડૂતોએ જાતે કેનાલની સફાઇ હાથ ધરી, તંત્ર ઉપરથી ભરોષો ઉઠ્યો

અટલ સમાચાર, વાવ (રમેશ રાજપૂત)

વાવ તાલુકાના ખેડૂતોની તંત્ર પરિક્ષા કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. કેનાલોની સાચવણી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મળી રહી છે. આમ છતાં વાવના માલસણ બ્રાન્ચથી નીકળતી જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની સાફસફાઈ કરાતી નથી. અધિકારીઓ ઉપરથી ભરોષો ઉઠી જતાં આજે વિસ્તારના ખેડૂતોએ જાતે જ કામ હાથ ધર્યું હોવાના દ્રશ્યો સામે આવતા અન્ન પુરૂ પાડતા ખેડૂતોની હાલતથી આમજનતા નારાજ બની છે.

Video:

માલસણ બ્રાન્ચમાંથી નિકળતી જોડીયા ડીસ્ટ્રીબ્યુટરી ગોલગામ માયનોર કેનાલની સાફ-સફાઈ આજ દિન સુધી થઈ નથી. કેનાલમાં નાના-મોટા છોડવા, કચરો અને રેતીનું સામ્રાજ્ય ખડકાયેલુ છે. જેથી આ ગુજરાત સરકારની કેનાલ હોય તેવું લાગી રહ્યું નથી. કેનાલ ઓથોરીટી દ્વારા કયારે સફાઈ કે કટીંગનું કામ કરવામાં આવતુ નથી. બફારો ફેંકતી ગરમીમાં 20 થી 25 ખેડૂતોએ જાતે જ કામગીરી હાથ ધરી છે. આથી ખેડૂતો સાથે આમલોકો લાગતા વળગતા અધિકારીઓ ઉપર રોષ પ્રગટ કરી રહ્યા છે.