વેરવિખેર@હિંમતનગર: PMની સભા માટે તૈયાર મંડપ વાવાઝોડાથી ધરાશાયી

અટલ સમાચાર, હિંમતનગર બુધવારે ઉત્તર ગુજરાતના હિંમતનગર ખાતે વડાપ્રધાનની સભા માટે મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, મંગળવારે બપોરે વાવાઝોડા સાથેના વરસાદ સામે મેદાન વેર-વિખેર થઇ જતા દોડધામ મચી ગઇ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપી આગેવાનો ફરીથી સભા સ્થળ સજાવવા મથામણમાં લાગ્યા છે. વાતાવરણની કરવટ આવતીકાલે પણ ફરી એકવાર મુશ્કેલી ઉભી ન કરે તેને લઇ
 
વેરવિખેર@હિંમતનગર: PMની સભા માટે તૈયાર મંડપ વાવાઝોડાથી ધરાશાયી

અટલ સમાચાર, હિંમતનગર

બુધવારે ઉત્તર ગુજરાતના હિંમતનગર ખાતે વડાપ્રધાનની સભા માટે મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, મંગળવારે બપોરે વાવાઝોડા સાથેના વરસાદ સામે મેદાન વેર-વિખેર થઇ જતા દોડધામ મચી ગઇ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપી આગેવાનો ફરીથી સભા સ્થળ સજાવવા મથામણમાં લાગ્યા છે. વાતાવરણની કરવટ આવતીકાલે પણ ફરી એકવાર મુશ્કેલી ઉભી ન કરે તેને લઇ ઉમેદવારથી માંડી કાર્યકરો મુંઝવણમાં મુકાયા છે.

આગામી 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન હોઇ વડાપ્રધાન મોદી આવતીકાલે બુધવારે હિંમતનગરમાં સભા ગજવવા આવી રહયા છે. જોકે, વડાપ્રધાન મોદીને કોંગ્રેસી ઉમેદવાર ટકકર આપે તે પહેલા વાતાવરણનો સામનો કરવાની નોબત આવી હોવાનું ચિત્ર બન્યુ છે. હકીકતે મંગળવારે બપોરે ઉત્તર ગુજરાતમાં અચાનક તીવ્ર વાવઝોડા સાથે વરસાદ પડયો હતો. જેમાં હિંમતનગર વહીવટીતંત્ર અને ભાજપી આગેવાનોએ મોદી ગ્રાઉન્ડમાં તૈયાર કરેલ સભા મંડપની હાલત વાવઝોડાએ બગાડી નાંખી હતી. જોરદાર પવનની ઝપેટમાં ખુરશીઓ વેર-વિખેર થઇ ગઇ હતી.

ભારે દોડધામ કરી વડાપ્રધાન માટે તૈયાર કરેલુ મેદાન જાણે અસ્તવ્યસ્ત થઇ જતા સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકના ભાજપી ઉમેદવાર અને કાર્યકરોમાં ચિંતાનું મોજુ આવી ગયુ હતુ. આથી, ફરી એકવાર સભા મંડપ સજેધજે કરવા મથામણ કરવાની નોબત આવી છે.