આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠાનુ ખેડબ્રહ્મા રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ગેરકાનૂની દારૂની હેરાફેરીનું સેન્ટર બની રહ્યું છે. દારૂની પ્રવૃત્તિને ડામી દેવા પોલીસના પ્રયત્ન છતાં દારૂડિયા જાહેર ખેલ કરી રહ્યા છે. બુધવારે ફરી એકવાર દારૂની બોટલ અને પીધેલ ઇસમના દ્રશ્યો સામે આવ્યા છે.

હાલમાં લોકસભા ચૂંટણી માથે હોવાં છતાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સહિતના પંથકોમાં દારૂની ડીલિવરી યથાવત છે. રાજસ્થાનની સરહદ નજીકનો વિસ્તાર હોવાથી અને પૈસાના ખેલમાં માંગો તે સમયે અને સ્થળે દારૂ પહોંચી જાય છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના દારૂના વેપારીઓ, સરહદ નજીકના દલાલો અને ખેડબ્રહ્માના વચેટિયા સાથે સત્તાધીશોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. દારૂની અવારનવારની ઘટનાને પગલે પોલીસ લાચાર બની છે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code