યુવા ક્ષત્રિય સેનાની મિટીંગ યોજાઈ, સમાજ ઉત્થાનમાં કાચું નહી કપાયઃઅધ્યક્ષનો હુંકાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે તા.10-3-2019ને રવિવારના રોજ યુવા ક્ષત્રિય સેનાની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીના જિલ્લાથી લઈ ગ્રામ્ય સંગઠનના પ્રદેશથી લઈ પાયાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં કામગીરીના ભાગરૂપે હોદ્દેદારોને મેન્ડેટ આપી અલગ-અલગ જવાબદારીઓ સોંપી સંગઠનનો વ્યાપ વધારવા ઘર-ઘર સુધી વિચારધારાનો પ્રવાહ
 
યુવા ક્ષત્રિય સેનાની મિટીંગ યોજાઈ, સમાજ ઉત્થાનમાં કાચું નહી કપાયઃઅધ્યક્ષનો હુંકાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે તા.10-3-2019ને રવિવારના રોજ યુવા ક્ષત્રિય સેનાની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીના જિલ્લાથી લઈ ગ્રામ્ય સંગઠનના પ્રદેશથી લઈ પાયાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં કામગીરીના ભાગરૂપે હોદ્દેદારોને મેન્ડેટ આપી અલગ-અલગ જવાબદારીઓ સોંપી સંગઠનનો વ્યાપ વધારવા ઘર-ઘર સુધી વિચારધારાનો પ્રવાહ પહોંચાડવાની વાત કરવામાં આવી હતી.

યુવા ક્ષત્રિય સેનાની મિટીંગ યોજાઈ, સમાજ ઉત્થાનમાં કાચું નહી કપાયઃઅધ્યક્ષનો હુંકાર

વધુમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતનો યુવા ચહેરો અભિજિતસિંહ બારડે હુંકાર કર્યો હતો કે, સમાજ ઉત્થાન માટે રાજ્યના ખૂણે-ખૂણે સંગઠનનો કાર્યકર બેઠો છે. કોઈપણ સમયે જરૂર પડે આવી પહોંચશે તેમાં ક્યાંય પણ કાચું કાપવામાં આવશે નહી. અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજની દ્રષ્ટિદેવી માં ભવાનીના ધામની સ્થાપના થાય તેવી જ્યોત ઘરે ઘરે સુધી લઈ જઈ અલગ-અલગ વાડાઓમાં વિભાજીત ક્ષત્રિય સમાજ એક નેજા નીચે સંગઠીત કરાશે. રવિવારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યકરોએ માં ભવાનીના જયઘોષ સાથે સામાજિક, શૈક્ષણિક, આર્થિક ક્ષેત્રે સમાજ હરણફાળ ભરે તેવા પગલાં માંડવાનો સંકલ્પ લીધો હતો.