યુવતિ@પાટણ: ખાનગી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત બની, સરકારી હોસ્પિટલમાં સાજી થઇ

અટલ સમાચાર, પાટણ પાટણમાં આજે વધુ એક કોરોનાગ્રસ્ત યુવતિનો સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ર૦ વર્ષીય યુવતિને ગત દિવસોએ કોરોના પોઝિટીવનો રીપોર્ટ આવ્યો હતો. જોકે સરકારી હોસ્પિટલ (ધારપુર મેડિકલ કોલેજ)માં સારવાર બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા આજે તેને રજા આપવામાં આવી હતી. અટલ સમાચાર આપના
 
યુવતિ@પાટણ: ખાનગી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત બની, સરકારી હોસ્પિટલમાં સાજી થઇ

અટલ સમાચાર, પાટણ

પાટણમાં આજે વધુ એક કોરોનાગ્રસ્ત યુવતિનો સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ર૦ વર્ષીય યુવતિને ગત દિવસોએ કોરોના પોઝિટીવનો રીપોર્ટ આવ્યો હતો. જોકે સરકારી હોસ્પિટલ (ધારપુર મેડિકલ કોલેજ)માં સારવાર બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા આજે તેને રજા આપવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતિને ગત દિવસોએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેને લઇ તાત્કાલિક અસરથી તેને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. માત્ર 20 વર્ષની યુવતીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે સારવારને અંતે તેનો રીપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

યુવતિ@પાટણ: ખાનગી હોસ્પિટલમાં ચેપગ્રસ્ત બની, સરકારી હોસ્પિટલમાં સાજી થઇ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જિલ્લાને રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સિધ્ધપુર તાલુકાના ગામની યુવતિને કોરોના પોઝિટીવ આવ્યા બાદ આજે નેગેટીવ આવતા ધારપુર મેડિકલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. પાટણ જીલ્લા આરોગ્ય તંત્ર દ્રારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નહિ નિકળવા પણ અપીલ કરવામાં આવી છે.