યુવા@રોજગારઃ ગ્રામીણ ડાકસેવામાં બમ્પર ભરતી, ધો.10 પાસ કરો તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક ધોરણ-10 પાસ યુવાનો માટે ભારત સરકાર રોજગારીની તકો લઈને આવ્યું છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રાજ્યની 2510 જગ્યાઓ ભરવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની ભરતી ગુજરાત સહીત દેશના કુલ 6 રાજ્યોમાં બહાર પાડવામાં આવેલી છે. ઉમેદવાર આ જગ્યા માટે પસંદ થશે તેમણે
 
યુવા@રોજગારઃ ગ્રામીણ ડાકસેવામાં બમ્પર ભરતી, ધો.10 પાસ કરો તૈયારી

અટલ સમાચાર, ડેસ્ક

ધોરણ-10 પાસ યુવાનો માટે ભારત સરકાર રોજગારીની તકો લઈને આવ્યું છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રાજ્યની 2510 જગ્યાઓ ભરવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની ભરતી ગુજરાત સહીત દેશના કુલ 6 રાજ્યોમાં બહાર પાડવામાં આવેલી છે.

ઉમેદવાર આ જગ્યા માટે પસંદ થશે તેમણે ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટિકિટ્સનું વેચાણ, સ્ટેશનરી, મેસેજ અને પોસ્ટની ડિલિવરી તથા પોસ્ટ માસ્ટર અને સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત નોકરીાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંકની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

ગ્રામીણ ડાક સેવકની આ ભરતી માટે આગામી 4 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. જે ઉમેદવારોએ સ્થાનિક ભાષા સાથે માન્ય સ્કૂલ બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કર્યુ હતું ઉપરાંત માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનો ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ કર્યો હશે તે આ જગ્યા માટે માન્ય ગણાશે.

આવેદન કરવા

આવેદન કરવા માટે ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ આવેદન કરવાનું રહેશે. ભરતીને લગતી અન્ય માહિતી પણ વેબસાઇટ પરથી મળી શકશે. ભારત સરકાર દ્વારા રાજ્યની 2510 સહીત દેશના 6 રાજ્યોમાં 10 હજાર જગ્યાઓ પર ગ્રામીણ ડાક સેવકની ભરતી કરશે.