યુધ્ધ@વાવ: એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, અનેક થયા ઘાયલ
અટલ સમાચાર, વાવ,ડીસા (રમેશભાઈ રાજપૂત,અંકુર ત્રિવેદી) બનાસકાંઠાના વાવ તાલુકાના ગામે બે જૂથ વચ્ચે થયું ઉગ્ર ઘર્ષણ થયું હતું. એક જ સમાજના બે ટોળાં સામસામે આવી જતાં અનેક ઘાયલ થયા હતા. ઘટનાને પગલે પંથકમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વાવ તાલુકાનાના રાછેણા ગામમાં પ્રજાપતિ સમાજના
Jul 17, 2019, 22:13 IST

અટલ સમાચાર, વાવ,ડીસા (રમેશભાઈ રાજપૂત,અંકુર ત્રિવેદી)
બનાસકાંઠાના વાવ તાલુકાના ગામે બે જૂથ વચ્ચે થયું ઉગ્ર ઘર્ષણ થયું હતું. એક જ સમાજના બે ટોળાં સામસામે આવી જતાં અનેક ઘાયલ થયા હતા. ઘટનાને પગલે પંથકમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વાવ તાલુકાનાના રાછેણા ગામમાં પ્રજાપતિ સમાજના બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. ખેતીની જમીન બાબતે ટોળાં સામસામે આવી ગયા હતા. એક જ પરિવારના બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.
શરૂઆતમાં માથાકૂટ બાદ વાત વણસી હતી. જેના ટોળાંના કેટલાક ઈસમો ઉગ્ર બની ગયા હતા. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.