મારા કરિયરની મહત્વની ફિલ્મ તરીકે કદાચ ‘તખ્ત’ સાબિત થશે : રણવીર સિંહ
મારા કરિયરની મહત્વની ફિલ્મ તરીકે કદાચ ‘તખ્ત’  સાબિત થશે : રણવીર સિંહ

મુંબઇ બોલીવુડ અભિનેતા રણવીર સિંહનું કહેવુ છે કે તેની આવનાર ફિલ્મ તખ્ત તેના કરિયરની ખાસ ફિલ્મ સાબિત થશે. રણવીર સિંહ આ દિવસોમાં કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માં કામ કરી રહ્યો છે. કરણ જોહર જ્યારે તેની પાસે આ ફિલ્મ લઇને આવ્યો ત્યારે રણવીરે કહ્યુ કે મેં એ દિવસે એક અલગ જ કરણ જોહરને જોયો. તેના પહેલા મેં કરણ જોહરને ક્યારે પણ આ રુપમાં નથી જોયો.રણવીર સિંહ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહિત છે. રણવીર સિંહે કહ્યુ કે ‘તખ્ત’ પણ તેના કરિયરની ખાસ ફિલ્મમાંથી એક રહેશે. તેનુ કારણ એ છે કે ફિલ્મની સ્ટોરી ખૂબ ખાસ છે. રણવીરે જણાવ્યુ કે તે પહેલો કલાકાર હતો, જેને કરણ જોહરે આ ફિલ્મ ઓફર કરી હતી.