અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના પેપોળ ગામમાં યુવાનો દ્વારા કાશ્મીરના પુલવામા સીઆરપીએફ જવાનો ઉપર આતંકવાદીઓના હુમલામા શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગામના તમામ સમાજના યુવાનો દ્વારા પેપોળના અર્બુદાનગરમા એકત્રીત થયા હતા અને વંદે માતરમ, ભારત માતા કી જય, ‘‘શહીદ જવાનો અમર રહો”ના નારા સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ હાથમા મિણબત્તી સાથે ગામના જાહેર માર્ગ ઉપર કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં ચૌધરી વાસ, પ્રજાપતિ વાસ, રાજપુત વાસ, ઠાકોર વાસ, યોગી વાસ, શ્રીમાળી વાસ, રોહીત વાસ થઇને નવા બસ્ટેન્ડ પાસેના રાવત વાસ નજીક થઇને આ મૌન રેલી અંબાજી માતાના મંદીરમા સભાના રૂપમા ફેરવાઇ હતી.
જ્યાં આતંકી હુમલામા શહીદ થયેલા 44 જવાનોને મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી. આતંકી હુમલાનો ભોગ બનીને શહીદ થનાર જવાનોના પરીવારજનો ને ભગવાન હિંમત પુરી પાડે તેવી પ્રાર્થના કરાઇ હતી તેમજ શહીદ થયેલા જવાનોના પરીવારજનોને મદદરૂપ બનવા ગામમા દાન પેટી રાખીને ફાળો એકત્રીત કરાયુ હતુ. તમામ યુવાનોએ ફુલ નહી તો ફુલની પાખડી રૂપે દાન આપવા સહમતી બતાવી હતી.
તક મળે શહિદ ભાઈઓનો બદલો લઈને ઝંપીશુંઃ ગામના ફૌજી જવાનો