આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી શરૂઆતથી જ ભારે ચર્ચા હાંસલ કરી રહી છે. હજુ સુધી ફિલ્મની એક્ટ્રેસની સત્તાવાર રીતે ઘોષણા નથી કરવામાં આવી. પરંતુ સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં અક્ષયની સાથે કેટરીના કૈફની જોડી બનનાર છે. લગભગ 9 વર્ષ બાદ અક્ષય કુમાર અને કેટરીના એક સાથે આવે છે. અગાઉ અક્ષય કુમાર અને કેટરીના કૈફ ‘હમકો દિવાના કર ગએ’, ‘સિંહ ઈઝ કિંગ’, ‘તીસ માર ખાં’, ‘નમસ્તે લંડન’, ‘વેલકમ’ અને દે ધના ધન જેવી ફિલ્મોમાં સાથે દેખાયાં. આ જોડી ભારે સુપરહિટ રહી છે.

સૂર્યવંશીનું શૂટિંગ મે 2019થી શરૂ થશે અને એક જ શેડ્યૂલમાં શૂટિંગ ખતમ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું હતું કે આ પિલ્મ તમિલ ફિલ્મ Theeran Adhigaaram Ondruની હિન્દી રિમેક હશે. પરંતુ રોહિત શેટ્ટીએ તેનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે ફિલ્મની કહાની ઓરિઝનલ છે.

કેટરીના કૈફથી પહેલા સૂર્યવંશીમાં જૈકલીન ફર્નાંડીઝનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે ફિલ્મથી કેટરીના કૈફનું નામ જોડવામાં આવી રહ્યું છે. આ ધમાકેદાર એક્શન ફિલ્મ ઈદ 2020 પર રિલીઝ થનાર છે. કરણ જોહરના પ્રોડક્શન હેઠળ ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ઑફિસર વીર સૂર્યવંશીની ભૂમિકામાં દેખાશે. ફિલ્મના પોસ્ટરથી જ સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં ભારે એક્શન જોવા મળશે. અહીં અક્ષય કુમાર આતંકવાદ વિરુદ્ધ ઉભા જોવા મળશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code