યુવતિ@પાટણ: ચાર વર્ષથી ગુમ થયા બાદ પોલીસની સ્પેશ્યલ ટીમે ખેરાલુથી શોધી

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) હારીજ તાલુકાના ગામેથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલ યુવતિ ખેરાલુથી મળી આવી છે. પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી અપહરણ થયેલ તેમજ ગુમ થયેલને શોધી કાઢવા સુચના આપી હતી. જે આધારે એલસીબી પીઆઇ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ એ.એચ.ટી.યુ પાટણની ટીમે બાતમીને આધારે ગુમ થયેલ યુવતિને ખેરાલુ ખાતેથી શોધી કાઢી ગણનાપાત્ર કેસ
 
યુવતિ@પાટણ: ચાર વર્ષથી ગુમ થયા બાદ પોલીસની સ્પેશ્યલ ટીમે ખેરાલુથી શોધી

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) 

હારીજ તાલુકાના ગામેથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલ યુવતિ ખેરાલુથી મળી આવી છે. પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજે જીલ્લામાંથી અપહરણ થયેલ તેમજ ગુમ થયેલને શોધી કાઢવા સુચના આપી હતી. જે આધારે એલસીબી પીઆઇ. કે.એમ.પ્રિયદર્શીના માર્ગદર્શન હેઠળ એ.એચ.ટી.યુ પાટણની ટીમે બાતમીને આધારે ગુમ થયેલ યુવતિને ખેરાલુ ખાતેથી શોધી કાઢી ગણનાપાત્ર કેસ ઉકેલી દીધો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં આશરે 4 વર્ષ અગાઉ એક યુવતિની ગુમ થયાની ફરીયાદ નોંધાઇ હતી. જેને લઇ પાટણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાટણ પોલીસ અને એ.એચ.ટી.યુની ટીમને બાતમી મળી હતી કે હારીજથી ગુમ થનાર યુવતિ મહેસાણા જીલ્લાના ખેરાલુ ખાતે રહે છે. જે ચોક્કસ બાતમીને આધારે પોલીસ ટીમે ખેરાલુ ખાતે જઇ છેલ્લા 4 વર્ષથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.