આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતની સૌથી મોટી સહકારી બેંકની તાજેતરમાં યોજાયેલી ચુંટણી સામે ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. રજૂઆતને પગલે થયેલી તપાસ બાદ સેન્ટ્રલ રજીસ્ટ્રારે બેંકની ચૂંટણી ફરીથી યોજવા આદેશ કરતા સત્તાધિશોમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ચેરમેન અને એમડીને જોગવાઇઓનો આધાર લઇ 15 દીવસની મુદ્દત સાથેની નોટીસ ફટકારવામાં આવી છે. નિર્ણયને પગલે તાજેતરમાં ચુંટાયેલા ડીરેક્ટરોની ખુશી ઉપર પાણી ફરી વળ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમાં થયેલા વિવાદો બાદ વહીવટી તરફથી મોટો નિર્ણય સામે આવ્યો છે. ડીફોલ્ડરો ચૂંટણી ન લડી શકે અને તેની સાથેના કેટલાક મુદ્દાઓને લઇ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રજીસ્ટ્રારે અર્બન બેંકની અગાઉની ચૂંટણી રદ્દ કરી ફરીથી સમગ્ર ચૂંટણી પ્રક્રીયા હાથ ધરવા આદેશ કર્યો છે. આ સાથે બેંકના ચેરમેન અને એમ.ડી.ને નોટીસ ફટકારી 15 દીવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

અટલ સમાચારને ફેસબુક પર ફોલો કરવા કે સમાચાર જોવા અહીં ક્લિક કરો 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સેન્ટ્રલ રજીસ્ટ્રારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીના અધિનિયમ 2002ની કલમ 78હેઠળ નિર્ણય કર્યો છે. આ તરફ ડીરેક્ટરોની સત્તા ગબડી પડતા સમગ્ર ઉત્તર ગુજરાતના સહકારી આલમમાં ચકચાર મચી ગઇ છે. કરોડો-અબજો રૂપિયાનુ ટર્નઓવર કરતી મહેસાણા અર્બન બેંકની ચૂંટણી ફરી એકવાર યોજાવાની સંભાવનાને પગલે સત્તાધિશો સેન્ટ્રલ રજીસ્ટ્રારના નિર્ણય સામે પોતાનો પક્ષ મુકવા અને સત્તા જાળવી રાખવા મથામણમાં લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code