ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શિબિરનું 8 થી 13 જાન્યુઆરી સુધી આયોજન

અટલ સમાચાર,ડેસ્ક આગામી સમયમાં અમદાવાદ ખાતે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારું ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે.આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે, જેની સીધી અસર તે રાસાયણિક પાક
 
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શિબિરનું 8 થી 13 જાન્યુઆરી સુધી આયોજન

અટલ સમાચાર,ડેસ્ક

આગામી સમયમાં અમદાવાદ ખાતે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. આ શિબિર અને કઈ રીતે ખેડૂતો એક પણ રૂપિયાના ખર્ચ વગર સારું ઉત્પાદન મેળવી મેળવી શકશે એ એક સવાલ છે.આજના સમયમાં ખેડૂતો ઝડપી અને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરો તથા દવાનો ઉપયોગ કરે છે, જેની સીધી અસર તે રાસાયણિક પાક ખાતા તમામ લોકો પર થતી હોય છે. ત્યારે આ રાસાયણિક ખેતી કરવા પાછળ ખેડૂતોને ઘણો મોટો ખર્ચ ઉઠાવવો પડતો હોય છે અને ઘણી વખત પાણીની તંગીના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. આ કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે ત્યારે ખેડૂત આ તમામ મુશ્કેલીઓનો સામનો કરી શકે તથા લોકો સ્વસ્થ આહાર આરોગી શકે તે માટે અમદાવાદ ખાતે છ દિવસીય ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિર યોજાવા જઈ રહી છે. જે શિબિર 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે અને તેમાં સમગ્ર ભારતમાંથી કુલ 10 હજારથી પણ વધુ યુવા તથા અનુભવી ખેડૂતો જોડાશે.