ખળભળાટ: ઝીંઝુવાડામાં દારૂનું કટિંગ કરતાં બે પોલીસ કર્મચારી ઝડપાયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર, અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો સિવાય પોલીસ કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું છે. પાટડી તાલુકાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ રણમાં દારૂનું કટિંગ કરતાં ઝડપાઈ જતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એલસીબીએ બંને સામે તપાસ કરતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. દારૂની બધી અટકાવવાનું કામ કરતાં પોલીસ કર્મચારીઓ
 
ખળભળાટ: ઝીંઝુવાડામાં દારૂનું કટિંગ કરતાં બે પોલીસ કર્મચારી ઝડપાયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર, અમદાવાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો સિવાય પોલીસ કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતાં હોવાનું સામે આવ્યું છે. પાટડી તાલુકાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ રણમાં દારૂનું કટિંગ કરતાં ઝડપાઈ જતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એલસીબીએ બંને સામે તપાસ કરતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

દારૂની બધી અટકાવવાનું કામ કરતાં પોલીસ કર્મચારીઓ ખુદ દારૂની હેરાફેરી કરતાં હોવાની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારુનું કટીંગ થતું હોવાની ગતિવિધીથી છેલ્લા કેટલાક સમયથી તપાસ ચાલતી હતી. જેમાં એલસીબીએ બે પોલીસ કર્મચારી ઝડપી રિપોર્ટ કાર્યવાહી શરુ કરી છે.

ગત સોમવારે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના કર્મચારી કલ્યાણભાઈ અને ભોપેભાઈ દારૂનું કટિંગ કરી વેચાણ કરવા જાય તે પહેલાં ઝડપાઈ ગયા છે. એલસીબીએ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે. આ તરફ ઝીઝુંવાડા પોલીસ છાવરી રહી હોય તેમ ઘટના બની ન હોવાનું કહી હાથ અધ્ધર કર્યા છે.

પોલીસવડાનું સત્ય, પીએસઆઈનું જુઠાણું ઉજાગર

દારુની હેરાફેરીમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે તપાસનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો હોવાનું જિલ્લા પોલીસવડાએ કહ્યું હતું. જ્યારે ઝીઝુંવાડા પોલીસ સ્ટેશનના PSIએ આવી કોઈ ઘટના કાગળ ઉપર ન હોવાનું કહી જુઠાણું જાહેર કર્યું છે.