અમદાવાદ: ૧૯ એપ્રિલે રાજપૂત યુવા મેગા પરિચય મિલન સમારોહ યોજાશે
અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદના સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ ખાતે આગામી ૧૯ એપ્રિલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ઘ્વારા રાજપૂત યુવાન દિકરા,દિકરીઓને પસંદગીની વિશાળ તક પુરી પાડવા યુવા મેગા પરિચય-ર૦૧૯ સમારોહ યોજાશે. આ સમારોહમાં માત્ર ગિરાસદાર રાજપૂત ક્ષત્રિયો(દરબાર) જ ભાગ લઇ શકશે તથા તે માટેના ફોર્મ ૧૦-૪-૧૯ સુધીમાં ભરીને પહોચાડવાના રહેશે. જેમાં એક વ્યકિતદિઠ ર૦૦ રૂ. ફી
Apr 2, 2019, 16:11 IST

અટલ સમાચાર,અમદાવાદ
અમદાવાદના સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ ખાતે આગામી ૧૯ એપ્રિલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ઘ્વારા રાજપૂત યુવાન દિકરા,દિકરીઓને પસંદગીની વિશાળ તક પુરી પાડવા યુવા મેગા પરિચય-ર૦૧૯ સમારોહ યોજાશે.
આ સમારોહમાં માત્ર ગિરાસદાર રાજપૂત ક્ષત્રિયો(દરબાર) જ ભાગ લઇ શકશે તથા તે માટેના ફોર્મ ૧૦-૪-૧૯ સુધીમાં ભરીને પહોચાડવાના રહેશે. જેમાં એક વ્યકિતદિઠ ર૦૦ રૂ. ફી રાખવામાં આવી છે. જેમના ફોર્મ માન્ય થશે તેમને જાણ કરવામાં આવશે. દિકરા,દિકરીઓ સાથે વાલીઓએ ફરજીયાત આવવાનું રહેશે.