ઉત્તર ગુજરાતમાં રવિવારે સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન
અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમા સામાજીક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં ભાઇચારો અને એકતા વધે તે માટે હિન્દુ સમાજની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન ગોઠવાયું હતું રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં સવારથી જ પંડાલમાં મંત્રોચ્ચાર અને શ્લોકોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું પાટણજિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે પણ સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ
Dec 23, 2018, 16:48 IST

અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતમા સામાજીક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં ભાઇચારો અને એકતા વધે તે માટે હિન્દુ સમાજની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા મહાયજ્ઞનું આયોજન ગોઠવાયું હતું રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં સવારથી જ પંડાલમાં મંત્રોચ્ચાર અને શ્લોકોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું
પાટણજિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે પણ સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ તરફ ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે પણ સામાજિક સમરસતામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સમરસતા દ્વારા વિસ્તાર, રાજ્ય અને દેશમાં ભાઈચારો-એકતા અને બંધુત્વની ભાવના વધે તે માટે દરેક સમાજને સાથે જોડવામાં આવ્યા હતા.