ખેડબ્રહ્મા ખાતે ઈ-ખાતમુર્હત કરાયુંઃ મુખ્યમંત્રી હાજર રહ્યા
અટલ સમાચાર, હિમ્મતનગર જિલ્લા પ્રાથિમક શિક્ષણાઘિકારી મીતાબેન ગઢવીની પ્રેરણા અને અશોકભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની કુલ-૧૦ પ્રાથિમક શાળાઓમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાએ પ્રાથિમક શાળાઓના ઓરડાઓનું ઇ-ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ખેડબ્રહ્માની શાળાના શિક્ષકો, એસએમસી તથા ગ્રામજનો મોટાપ્રમાણમાં હાજર રહયા હતા. બાયસેગની કનેકટીવીટી દ્વારા ઇ-ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે
Dec 25, 2018, 16:40 IST

અટલ સમાચાર, હિમ્મતનગર
જિલ્લા પ્રાથિમક શિક્ષણાઘિકારી મીતાબેન ગઢવીની પ્રેરણા અને અશોકભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની કુલ-૧૦ પ્રાથિમક શાળાઓમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાએ પ્રાથિમક શાળાઓના ઓરડાઓનું ઇ-ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ખેડબ્રહ્માની શાળાના શિક્ષકો, એસએમસી તથા ગ્રામજનો મોટાપ્રમાણમાં હાજર રહયા હતા. બાયસેગની કનેકટીવીટી દ્વારા ઇ-ખાતમુર્હત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ટીપીઓ મનહર પટેલ, બીઆરસી પિયુષ જોષી તથા ટીઆરપી ચિરાગ રાઠોડ વિવિઘ શાળામાં ઉપસ્થિત રહી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તાર હોવાના લીધે સરકાર દ્વારા ૪૦ ઓરડાઓ ફાળવવામાં આવ્યા તે બદલ ગ્રામજનોએ રાહત અનુભવી હતી.