ખેડબ્રહ્મા મહેસુલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો
અટલ સમાચાર,ખેડબ્રહ્મા ગુજરાતમા મહેસુલ ખાતું સૌથી વધુ બદનામ અને ભ્રષ્ટ ખાતું હોવાના મુખ્યમંત્રીના વિવાસ્પદ નિવેદનના લીધે કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેમા ગુજરાત કર્મચારી મંડળ વર્ગ-3 ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં ખેડબ્રહ્મા તાલુકા સેવા સદન ખાતે ખેડબ્રહ્મા મામાલતદારના 7 નાયબ મામલતદાર, 4 ક્લાર્ક, 12 રેવન્યુ તલાટી, અને પ્રાંત ઓફિસના 2 નાયબ મામલતદાર, 2
Dec 28, 2018, 14:00 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ગુજરાતમા મહેસુલ ખાતું સૌથી વધુ બદનામ અને ભ્રષ્ટ ખાતું હોવાના મુખ્યમંત્રીના વિવાસ્પદ નિવેદનના લીધે કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેમા ગુજરાત કર્મચારી મંડળ વર્ગ-3 ઘ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
જેના અનુસંધાનમાં ખેડબ્રહ્મા તાલુકા સેવા સદન ખાતે ખેડબ્રહ્મા મામાલતદારના 7 નાયબ મામલતદાર, 4 ક્લાર્ક, 12 રેવન્યુ તલાટી, અને પ્રાંત ઓફિસના 2 નાયબ મામલતદાર, 2 ક્લાર્ક મળી કુલ 27 કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.