બનાસકાંઠા જિલ્લા મહિલાશક્તિ કેન્દ્રના સદસ્ય તરીકે ભારતીબેન ઠાકોર
અટલ સમાચાર, મહેસાણા ભાજપ મોવડી મંડળની સૂચનાથી પાલનપુર નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ કમિટી ચેરમેન ભારતીબેન ઠાકોરની બનાસકાંઠા જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના સદસ્ય તરીકેની નિમણુંક કરવામાં આવી છે. જેને લઇ ભારતીબેન ઠાકોરે જણાવ્યું હતું કે “નારી પોતે એક શક્તિનું સ્વરૂપ છે પરંતુ આ શક્તિને તેની રુચિ અને લાયકાત મુજબની યોગ્ય દિશા તરફ આગળ વધવાનું સચોટ માર્ગદર્શન ના મળતું
Dec 24, 2018, 22:30 IST

અટલ સમાચાર, મહેસાણા
ભાજપ મોવડી મંડળની સૂચનાથી પાલનપુર નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ કમિટી ચેરમેન ભારતીબેન ઠાકોરની બનાસકાંઠા જિલ્લા મહિલા શક્તિ કેન્દ્રના સદસ્ય તરીકેની નિમણુંક કરવામાં આવી છે. જેને લઇ ભારતીબેન ઠાકોરે જણાવ્યું હતું કે “નારી પોતે એક શક્તિનું સ્વરૂપ છે પરંતુ આ શક્તિને તેની રુચિ અને લાયકાત મુજબની યોગ્ય દિશા તરફ આગળ વધવાનું સચોટ માર્ગદર્શન ના મળતું હોવાને લીધે ક્યારેક અંધારા ખૂણામાં પોતાનું સમગ્ર કિંમતી જીવન વ્યતીત કરી દે છે. તેનાથી પરિવારની સાથે સમાજ અને દેશ માટે પણ એક મોટું નુકસાન કહી શકાય. તેથી જ નારીશક્તિ પોતાનામાં પડેલા અમૂલ્ય કૌશલ્યને મનગમતો આકાર આપી તેની રુચિ અને લાયકાય મુજબના શ્રેષ્ઠતમ લક્ષ પ્રાપ્ત કરે. તે માટે “મહિલા શક્તિ કેન્દ્ર”ની યોજના અમલમાં મુકવામાં આવી છે