વડગામ: મનરેગાના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોને લઇને અચોક્સ મુદતની હડતાલ પર

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતના મનરેગા શાખામા ફરજ બજાવતા કર્મચારીઓ શુકવારે અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ભારત સરકારની ગરીબોના ઉત્થાન માટેની બનાવવામા આવેલી મહત્વાકાંક્ષી યોજના “મનરેગા”મા છેલ્લા ધણા વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને તેમના કામના પ્રમાણમા મહેતાણુ ખુબજ ઓછુ અપાતા હોવાનુ જણાવીને અત્યારની મોધવારીમા આ કર્મીઓ તેમના કુટુંબીજનોનું ભરણ પોષણ કરવુ પણ મુશ્કેલ
 
વડગામ: મનરેગાના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોને લઇને અચોક્સ મુદતની હડતાલ પર

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતના મનરેગા શાખામા ફરજ બજાવતા કર્મચારીઓ શુકવારે અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ભારત સરકારની ગરીબોના ઉત્થાન માટેની બનાવવામા આવેલી મહત્વાકાંક્ષી યોજના “મનરેગા”મા છેલ્લા ધણા વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને તેમના કામના પ્રમાણમા મહેતાણુ ખુબજ ઓછુ અપાતા હોવાનુ જણાવીને અત્યારની મોધવારીમા આ કર્મીઓ તેમના કુટુંબીજનોનું ભરણ પોષણ કરવુ પણ મુશ્કેલ બની રહ્યુ હોવાનુ જણાવીને સરકારના ઠરાવ મુજબ મનરેગાના તમામ કર્મીઓને મળવાપાત્ર ૧૫ ટકાનો વધારો પણ ચુકવવામાં આવતો નથી. મનરેગાના શ્રમીકોના વેતનમા ૧૦૦ થી વધારીને ૧૯૪ કરાયો છે જ્યારે આ યોજનામાં પાયાની ભુમીકા ભજવતા કર્મચારીઓના પગારમા વધારો કરાતો નથી. જેથી મનરેગાના કર્મચારીઓના પગાર વધારો કરવા તેમજ તેમની પડતર તમામ માગણીઓ સંતોષવા માટે વડગામ ટીડીઓ એ.એચ.પરમારને આવેદન આપીને અચોક્સની હડતાલ ઉપર ઉતરી ગયા છે.