વાવ: ઢેરીયાણા ગામે રખડતા ઢોરોના ત્રાસથી વિધાર્થીઓ પરેશાન
અટલ સમાચાર,વાવ બનાસકાંઠામાં થોડા સમયથી રખડતા ઢોરો ત્રાસ વધી રહયો છે. ત્યારે બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામે રખડતા ઢોરના ત્રાસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. વાવ તાલુકાના ઢેરીયાણા ગામની પ્રાથમિક શાળામાં અને ગામ નજીક વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર ત્રાસથી લોકો હેરાન થઇ ગયા છે. પ્રાથમિક શાળામાં ભગણા વિધાર્થીઓ રખડતા ઢોરના ત્રાસુથી બચવા
Mar 18, 2019, 15:34 IST

અટલ સમાચાર,વાવ
બનાસકાંઠામાં થોડા સમયથી રખડતા ઢોરો ત્રાસ વધી રહયો છે. ત્યારે બનાસકાંઠાના વાવ તાલુકાના ઢેરીયાણા ગામે રખડતા ઢોરના ત્રાસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. વાવ તાલુકાના ઢેરીયાણા ગામની પ્રાથમિક શાળામાં અને ગામ નજીક વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર ત્રાસથી લોકો હેરાન થઇ ગયા છે. પ્રાથમિક શાળામાં ભગણા વિધાર્થીઓ રખડતા ઢોરના ત્રાસુથી બચવા માટે રીશેષમાં પણ ઘરે ન જતા હોવાનું ગ્રામજનો જણાવી રહયા છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર આ બાબતે યોગ્ય પગલા લેશે કે નહી ?