શિહોરી રેફરલ હોસ્પીટલમાં વોટસએપ ગ્રુપના સભ્યો દ્રારા ફ્રુટ વિતરણ કરવામા આવ્યુ
અટલ સમાચાર,કાંકરેજ 21મી સદી ટેક્નોલોજીની છે. ત્યારે સોશિયલ મિઙીયાનો દરેક જગ્યાએ ઉપયોગ થઇ રહયો છે. સોશિયલ મિઙીયાનો સુચારૂ ઉપયોગ કરવાની ઘેલછા ધરાવતાં યુવાનોએ બનાસકાંઠામાં કાઠુ કાઢયું છે. મિસ્ટર G.J.8 નામનું વોટસએપ ગ્રુપ કેટલાંક યુવાનોએ ભેગા મળી બનાવ્યું છે. ગ્રુપના તમામ મિત્રો ઘ્વારા અવનવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવેલી છે. જેમાં સમાજ સેવા,ગરીબો માટે સેવા તેમજ હોસ્પીટલમા
Jan 1, 2019, 18:57 IST

અટલ સમાચાર,કાંકરેજ
21મી સદી ટેક્નોલોજીની છે. ત્યારે સોશિયલ મિઙીયાનો દરેક જગ્યાએ ઉપયોગ થઇ રહયો છે. સોશિયલ મિઙીયાનો સુચારૂ ઉપયોગ કરવાની ઘેલછા ધરાવતાં યુવાનોએ બનાસકાંઠામાં કાઠુ કાઢયું છે. મિસ્ટર G.J.8 નામનું વોટસએપ ગ્રુપ કેટલાંક યુવાનોએ ભેગા મળી બનાવ્યું છે. ગ્રુપના તમામ મિત્રો ઘ્વારા અવનવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવેલી છે. જેમાં સમાજ સેવા,ગરીબો માટે સેવા તેમજ હોસ્પીટલમા ફ્રુટ વિતરણ જેવા અનેક કાર્યક્રમો ગ્રુપના મિત્રો દ્રારા કરવામા આવી રહ્યા છે.ત્યારે મંગળવારે કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી રેફરલ હોસ્પીટલમાં મિસ્ટર G.J.8 નામના ગ્રુપ તરફથી ફ્રુટ તથા બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું . હોસ્પીટલમાં તમામ દર્દીઓને ફ્રુટ અને બીસ્કીટનુ વિતરણ કરી આ ગ્રુપ દ્રારા દાખલો બેસાઙવામા આવ્યો હતો કે સોશિયલ મિડીયા દ્રારા સમાજ સેવા પણ થઇ શકે છે.