બયરૂં વેચીને પણ પૈસા આપવા પડશે: સુરતમાં વ્યાજખોરો બિલ્ડરને આપતા હતા ધમકી

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના બનાવો વધતા હોય એવું લાગી રહ્યું છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે લોકો કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દેવા જેવા ગંભીર પ્રકારના પગલાં ભરતા હોય છે. સુરતમાં પણ આવો જ એક કિસ્સો આશરે પાંચેક મહિના પહેલા બન્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ મહિના પહેલા સરથાણાના બિલ્ડરે આપઘાત કર્યો હતો. જેની પાછળ ફાઇનાન્સરોની પઠાણી
 
બયરૂં વેચીને પણ પૈસા આપવા પડશે: સુરતમાં વ્યાજખોરો બિલ્ડરને આપતા હતા ધમકી

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના બનાવો વધતા હોય એવું લાગી રહ્યું છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે લોકો કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દેવા જેવા ગંભીર પ્રકારના પગલાં ભરતા હોય છે. સુરતમાં પણ આવો જ એક કિસ્સો આશરે પાંચેક મહિના પહેલા બન્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંચ મહિના પહેલા સરથાણાના બિલ્ડરે આપઘાત કર્યો હતો. જેની પાછળ ફાઇનાન્સરોની પઠાણી ઉઘરાણી જવાબદાર હોવાની ફરિયાદ મૃતકના પિતાએ પોલીસ કમિશ્નરને કરી છે.

મળતી માહિતી પ્રમાણે અમરેલી સાવરકુંડલાના મોટી ઝીંજુડાગામના વતની 33 વર્ષીય પરેશભાઇ અરવિંદ રાડદિયા પત્ની આરતી બહેન અને પુત્ર સાથે સરથાણા જકાતનાકા નજીક આવેલા મારુતિધામ રો હાઉસમાં રહેતા હતા. ગત જૂન મહિનાની 19મી તારીખે સાંજના સમયે પરેશભાઇ સરથાણા-વિકીનગર સર્કલ પાસે કારમાં ઝેર પી આપઘાત કરી લીધો હતો. બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઇની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જે-તે સમયે જાણી શકાયું ન હતું. સરથાણા પોલીસે આ કેસમાં અકસ્માત મોદ દાખલ કર્યોહ તો.

દરમિયાન આ ઘટનાના પાંચ મહિના પછી પિતા અરવિંદ રાદડિયાએ પોલીસ કમિશ્નરે લેખિત ફરિયાદ કરી ફાયનાન્સર દિનેશ વલ્લભ જાદવાણી (રહે. રાધાકૃષ્ણ, સોસાયટી, મીનીબજાર વરાછા) અને હવાલા મારફતે ફાયનાન્સથી આપેલી રકમની ઉઘરાણી કરતા નિકુલ કાનાણીને કારણે તેમના પુત્રએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.