આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ભારત માતાના સપૂત હતા. જેઓએ અંગ્રેજ સત્તાના પાયા હલાવી દીધા હતા અને સ્વતંત્રતા સંગ્રામ વખતે હસતા-હસતા ફાંસીના માચડે ચડી ગયા હતા. આપને લાગે છે કે આ મહાન શહિદોનો સંબંધ વેલેન્ટાઈન દિવસ સાથે સરખાવી શકાય ? બિલકુલ નહી, પરંતુ સોશ્યલ મિડીયા પર કેટલાક લોકો વેલેન્ટાઈ ડેનો વિરોધ આ શહિદોના નામે કરી રહ્યા છે. આ એ લોકો છે, જે પોતાની મક્કમતા સીધ્ધ કરવા ઈતિહાસને પણ બદલી રહ્યા છે.

હા અમે વાત કરી એ વિવાદની કરી રહ્યા છીએ જે હાલમાં 14 ફેબ્રુઆરીના દિવસને ફેસબુક, વોટસઅપ, ઈન્ટાગ્રામ અને ટ્વીટર સહિત સોશ્યલ મિડીયા સાઈટ પર ચાલી રહ્યું છે. વિવાદ ઉભો કરનારાઓ આ ત્રણેય શહિદોના નામ અને તેમની સાથે જોડાયેલ ઈતિહાસને વેલેન્ટાઈન ડે સાથે સરખાવી રહ્યા છે.

સોશ્યલ મિડીયામાં વાયરલ થઈ રહેલી તસ્વી્રર

સત્ય ઈતિહાસ શુ છે ?

જો ઈતિહાસની વાત કરવામાં આવેતો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને લાહોર ષડયંત્ર મામલે ટ્રીબ્યુનલ કોર્ટે 7 ઓક્ટોમ્બર 1930ના રોજ 300 પેજના જજમેન્ટથી ત્રણેય શહિદોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. તેમની સાથે અન્ય 12 સાથીઓને આજીવન સજા કરાઈ હતી. જે બાદ 24 માર્ચ 1931ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ તેઓને 23 માર્ચ 1931 એટલે કે 12 કલાક પહેલા સાંજે 7-30 કલાકે ફાંસી આપી દીધી.

સોશ્યલ મિડીયામાં ઈતિહાસની ક્ષતિઓ

ઐતિહાસીક ઘટનાઓ બાબતે સોશ્યલ મિડીયામાં ઘણી વાર તોડી મરોડી અથવા ક્ષતિઓ વાળો દર્શાવાય છે. બસ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસને પણ આ રીતે ઉલેખાયો છે. સોશ્યલ મિડીયામાં એક ફોટો સૌથી વધુ વાયરલ થઈ રહી છે, જેમાં લખાયું છે કે આ ત્રણ શહિદોને આ દિવસે ફાંસીની સજા આપવામાં આવી હતી, જે ક્ષતિગ્રત છે.

વેલેન્ટાઈન દિવસનો વિરોધ કરવાવાળાઓના દિલને ઠેસ પહોચાડવી એ અમારો મક્સદ નથી પરંતુ અમારી ફરજ છે કે દેશના મહાન શુરવીરો સાથે જોડાયેલ ઈતિહાસને લઈ યુવાઓ ભ્રમિત થાય નહી. આ એટલી સંવેદન બાબત છે જેનાથી કરોડો લોકોની ભાવનાઓ જોડાયેલી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code