લોકડાઉન@સુરતઃ ડે.મેયર સહિત 15 લોકો સામે 144નો ભંગ બદલ ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. સરકાર સામાન્ય જનતાને વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો અનુરોધ કરે છે. ત્યારે સુરતનાં ડેપ્યુટી મેયર નિરવ શાહ ગઇકાલે સેવાયજ્ઞ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર 50 જેટલા લોકો સાથે જૈન આચાર્યનાં દર્શન કરવા ભેગા થયા હતાં. જેના કારણે ડે.મેયર નિરવ શાહ સહિત 15 લોકો સામે
 
લોકડાઉન@સુરતઃ ડે.મેયર સહિત 15 લોકો સામે 144નો ભંગ બદલ ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. સરકાર સામાન્ય જનતાને વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો અનુરોધ કરે છે. ત્યારે સુરતનાં ડેપ્યુટી મેયર નિરવ શાહ ગઇકાલે સેવાયજ્ઞ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર 50 જેટલા લોકો સાથે જૈન આચાર્યનાં દર્શન કરવા ભેગા થયા હતાં. જેના કારણે ડે.મેયર નિરવ શાહ સહિત 15 લોકો સામે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિરવ શાહે 144નો ભંગ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોશિયલ ડિસ્ટન્સિંગનાં ભંગ અંગે ડેપ્યુટી મેયર નિરવ શાહે જણાવ્યું કે, કોરોના વાયરસ વચ્ચે ભુખ્યા રહેતા ગાય, ભેંસ, પશુ અને પક્ષીઓ માટે શહેરના પાલ વિસ્તારમાં ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરી હતી. જેથી ગુરુભગંવત ત્યાં જ હોવાથી માત્ર માંગલિક આપવા આવ્યા હતા. માનવ સેવા સાથે જીવદયાનું કામ કરવા અમે એકત્ર થયા હતા. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાયુ હતું. જો ક્યાંકને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થયું હોઇ તો હું દિલગીરી વ્યકત કરૂ છે. ભવિષ્યમાં આ અંગે ધ્યાન રાખવામાં આવશે.

આ અંગે જ્યારે ભાજપનાં પ્રમુખ, નીતિન ભજિયાવાલાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, જો ડેપ્યુટી મેયર નિરવ શાહ સામે ગુનો બનતો હોય તો એફઆઈઆર થવી જોઇએ. કોઇપણ આવું કૃત્ય કરે તો તેની સામે ગુનો દાખલ થવો જોઇએ. આ અંગે નિરવ શાહ પાસેથી જવાબ આપવામાં આવશે.