ACB@મોરબી: લગધીરપુરના સરપંચે ૨૦ હજાર લાંચ માંગી, વચેટીયો ઝડપાયો

અટલ સમાચાર, મોરબી મોરબી જીલ્લા અને તાલુકાના લગધીરપુર ગામના સરપંચે એક પાણી સપ્લાયનો વ્યવસાય કરતા શખ્સ પાસેથી ૩૦ હજારની લાંચ માંગી, દસ હજારનો પ્રથમ હપ્તો લઇ, આજે ૨૦ હજારનો અંતિમ હપ્તો લેવા જતા એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયો હતો. જો કે એસીબીની ટીમને જોઇને સરપંચ નાશી ગયા હતા પરંતુ વચેટીયો હાથ લાગી ગયો હતો. એસીબીની ટીમે
 
ACB@મોરબી: લગધીરપુરના સરપંચે ૨૦ હજાર લાંચ માંગી, વચેટીયો ઝડપાયો

અટલ સમાચાર, મોરબી

મોરબી જીલ્લા અને તાલુકાના લગધીરપુર ગામના સરપંચે એક પાણી સપ્લાયનો વ્યવસાય કરતા શખ્સ પાસેથી ૩૦ હજારની લાંચ માંગી, દસ હજારનો પ્રથમ હપ્તો લઇ, આજે ૨૦ હજારનો અંતિમ હપ્તો લેવા જતા એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયો હતો. જો કે એસીબીની ટીમને જોઇને સરપંચ નાશી ગયા હતા પરંતુ વચેટીયો હાથ લાગી ગયો હતો. એસીબીની ટીમે બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કાર્યવાહી કરી છે.

ACB@મોરબી: લગધીરપુરના સરપંચે ૨૦ હજાર લાંચ માંગી, વચેટીયો ઝડપાયો

મોરબી નજીકના લગધીરપુર આસપાસ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિકસી છે. જેમાં પાણીની મહતમ જરુરીયાત રહે છે અમુક કારખાનેદારો બહારથી પાણી મંગાવે છે, જેનો લાભ લેવા એક આસમીએ પાણી સપ્લાયનો વ્યવસાય શરુ કર્યો હતો. આ આસામીએ લગધીર પુરની ગ્રામપંચાયતની હદની સરકારી પડતર જમીનમાં બોર કરી ટેન્કર દ્વારા પાણી સપ્લાય શરુ કર્યું. જો કે સરપંચ જગદીશ જાદવે બોર કરવા માટે આસામી પાસેથી રૂપિયા ત્રીસ હજારની લાંચની માંગણી કરી ગત તા. ૭/૭/૨૦૧૯ના રોજ ૧૦ હજાર લઇ લીધા હતા, બાકીના રૂપિયા માટે અઠવાડિયાની મુદત નાખી હતી.

ACB@મોરબી: લગધીરપુરના સરપંચે ૨૦ હજાર લાંચ માંગી, વચેટીયો ઝડપાયો
જાહેરાત

જેને લઈને આસામીએ મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી. આજે જામનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઈ પી વી પરગડુ સહિતના સ્ટાફે લગધીરપુર ગામે આવેલ ખોડીયાર હોટલ પર ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં સરપંચ વતી લાંચ લેતા પોકરલાલ વેણીરામ ગુર્જર આબાદ પકડાઈ ગયો હતો જયારે સરપંચ નાશી ગયો હતો. એસીબીએ બંને સામે લાંચ રુશ્વત અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી સરપંચની શોધખોળ હાથ ધરી છે.