અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વૅ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક અર્ટિગા કાર ટ્રેલરની પાછળ અથડાઇ હતી. ભરૂચથી અમદાવાદ જતી અર્ટિગા કાર ટ્રેલર સાથે અથડાતા કારમાં સવાર પાંચ જણનાં મોત નીપજ્યાં છે. હાલ મહેમદાબાદ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચનાં પાંચ લોકો અમદાવાદ આવી
 
અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વૅ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક અર્ટિગા કાર ટ્રેલરની પાછળ અથડાઇ હતી. ભરૂચથી અમદાવાદ જતી અર્ટિગા કાર ટ્રેલર સાથે અથડાતા કારમાં સવાર પાંચ જણનાં મોત નીપજ્યાં છે.

અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

હાલ મહેમદાબાદ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચનાં પાંચ લોકો અમદાવાદ આવી રહ્યાં હતા.

અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વૅ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક અર્ટિગા કાર ટ્રેલરની પાછળ અથડાઇ હતી. જેના કારણે ટ્રેલરની પાછળનો ભાગ કારનો કાંચ તોડીને અંદર આવી જતા આ પાંચે લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે. આ ટ્રેલરની પાછળ કાર આજે સવારે આશરે સડા સાતથી આઠમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો છે. મૃતક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું હતું.

અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર એક વ્યક્તિનું લાઇસન્સ મળી આવ્યુ છે. જેમાં ખેડબ્રહ્માનાં જોશી પ્રજ્ઞેશકુમારનું નામ છે. કાર એટલી જોરથી અથડાઇ હતી કે તેની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેને ક્રેઇનની મદદથી બાજુમાં લેવામાં આવી છે.

અકસ્માત@એક્સપ્રેસ: કાર અને ટ્રેલર અથડાતા એકસાથે 5 લોકોનાં મોત

મૃતકોના નામ :

પ્રજ્ઞેશ અશ્વિન જોષી (ઉ.51 રહે. ખેડબ્રહ્મા)
મહેન્દ્ર રામસિંહ ચૌહાણ (ઉ.રહે.38 ભરૂચ)
રિગ્નેશ અરવિંદ પટેલ (ઉ.40. કરજણ)
બિરિન્દર રાજેન્દ્ર શાહ (ઉ.42. બિહાર)
રાજેશ મગનભાઇ પટેલ (ઉ.48. ભરૂચ)