અકસ્માતઃ એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડેસ્ક આ અકસ્માતમાં લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે કાર ડ્રાઇવરને ઝોકું આવી ગયુ હોવું જોઇએ. સુરતનાં કોસંબા નજીક ભાવનગરનાં પરિવારની ઇકો કાર કોઇ અજાણ્યા વાહનને પાછળથી અડફેટે લીધી હતી. જેમાં 2 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ કાર જે વાહન સાથે અથડાઇ
 
અકસ્માતઃ એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં માતમ

અટલ સમાચાર, ડેસ્ક

આ અકસ્માતમાં લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે કાર ડ્રાઇવરને ઝોકું આવી ગયુ હોવું જોઇએ. સુરતનાં કોસંબા નજીક ભાવનગરનાં પરિવારની ઇકો કાર કોઇ અજાણ્યા વાહનને પાછળથી અડફેટે લીધી હતી. જેમાં 2 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ કાર જે વાહન સાથે અથડાઇ હતી તે ફરાર થઇ ગઇ હોવાને કારણે તેની કોઇ માહિતી મળી નથી રહી. ભાવનગરના પાણીદરાથી કાર સુરતના પાસોદરા તરફ આવતી હતી. ઈકો કારનું બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ અકસ્માત સર્જાતા સ્થાનિકો મદદે આવ્યાં હતાં અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. આ અકસ્માતમાં લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે ઇકો કાર ડ્રાઇવરને ઝોકું આવી ગયુ હોવું જોઇએ.

પરિવારને અકસ્માત નડ્યો તે ભાવનગરનો હતો. કવા પરિવારના પાંચેય સભ્યોમાં ભરતભાઈ કવા ઈકો કાર ચલાવી રહ્યાં હતાં. એક જ પરિવારમાં બે મોતના પગલે કવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેન કવા ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

કવા પરિવારના પાંચેય સભ્યોમાં ભરતભાઈ કવા ડ્રાઈવિંગ કરીને ઈકો કાર ચલાવી રહ્યાં હતાં. એક જ પરિવારમાં બે મોતના પગલે કવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે ચંદ્રીકાબેન કવા ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં 60 વર્ષનાં રસિકભાઈ ભુરાભાઈ કવા તથા 55 વર્ષનાં ભાનુબેન અરવિંદ કવા મૃત્યું પામ્યાં છે. જ્યારે 48 વર્ષનાં રાજુભાઈ બાબુભાઈ કવા, 50 વર્ષનાં ભરતભાઈ કવા તથા 58 વર્ષનાં ચંદ્રીકાબેન રસિકભાઈ કવા ઇજાગ્રસ્ત છે.