સુરતઃ અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાની લાજ લુંટી, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક સુરત ખાતે રોજગારી અર્થે દેલાડ ગામે આવીને રહેલા પરિવારની મહિલાને વતનના ગામનો ઓળખતો પરણીત યુવાને વિશ્વાસમાં લઈને ભગવાનના પ્રસાદના લાડુમાં કેફી પદાર્થ ખવડાવ્યું હતું. પરણીત મહિલા બેભાન થઇ જતા તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરણિતાના અશ્લીલ વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરવાની
 
સુરતઃ અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાની લાજ લુંટી, અંતે પોલીસ ફરીયાદ

અટલ સમાચાર, ડેસ્ક

સુરત ખાતે રોજગારી અર્થે દેલાડ ગામે આવીને રહેલા પરિવારની મહિલાને વતનના ગામનો ઓળખતો પરણીત યુવાને વિશ્વાસમાં લઈને ભગવાનના પ્રસાદના લાડુમાં કેફી પદાર્થ ખવડાવ્યું હતું. પરણીત મહિલા બેભાન થઇ જતા તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પરણિતાના અશ્લીલ વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરવાની ચોંકાવનારી ઘટનામાં યુવાન વિરુધ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં યુવકે બ્લેકમેઈલ કરી મહિલાને કહ્યું હતું કે , હું મારી પત્નીને મારી નાખી તને મારી પત્ની તરીકે રાખીશ.

રોજગારી માટે ઓરિસ્સાનાા ઓલપાડ તાલુકાના દેલાડ ગામે એક દંપતી આવ્યું હતું. આ પરિવારની સુશિલા (પાત્રનું નામ બદલેલ છે) તેના પતિ અને બાળકો સાથે રહે છે. ઓરીસ્સાના પાતપુર ગામનો વતની સુશાંત પ્રફુલ પરીડાએ ક્યારેક ક્યારેક સુશિલાનાં ઘરે આવી વાતચીત કરતો હતો.

સુરતઃ અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાની લાજ લુંટી, અંતે પોલીસ ફરીયાદ
file photo

26 મી મે 2018 ના રોજ સુશિલાનો પતિ નોકરી પર ગયેલ હોય તે ઘરે એકલી હતી. ત્યારે સુશાંત પરીડા આવી ભગવાનનો પ્રસાદ હોવાનું જણાવી મીઠા લાડુ ખાવા આપતા તે ઓળખીતો હોવાથી વિશ્વાશમાં આવીને લાડુ ખાતા જ ચક્કર ખાઈને બેભાન થઇ ગઇ હતી. યુવકે તેનો લાભ ઉઠાવી સુશિલાને દુષ્કર્મ આચરેલ જે બાબત તે હોશમાં આવતા તેને ખબર પડી હતી.

ફરીવાર બીજા દિવસે સુશિલાનાં ઘરે આવી સુશાંત પરીડાએ સુશિલાને બેભાન કર્યા બાદ તેના શરીરના પાડેલા ફોટા તેના મોબાઈલમાં બતાવ્યા હતા. અને કહ્યું હતું કે , હું મારી પત્નીને મારી નાખીશ તને હંમેશ માટે મારી પત્ની તરીકે રાખીશ. તથા જો તું મારી ઈચ્છા પ્રમાણે શરીર સંબંધ નહીં રાખે તો અશ્લીલ વીડિયો ફેસબુક પર વાઈરલ કરવાનું કહીં બ્લેકમેઇલ કરી પરણિતાની ઈચ્છા વિરુધ્ધ સતત એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

સુરતઃ અશ્લીલ વીડિયો બનાવી પરિણીતાની લાજ લુંટી, અંતે પોલીસ ફરીયાદ
file photo

સુશાંત પરીડાએ સુશિલા સાથે ખોટું કરી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવા સાથે મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરવા સાથે બ્લેકમેઇલ કરી રૂપિયા 30 લાખની માંગણી કરી હેરાનગતી કરતો.  પરિવાર સાથે પોતાના વતન ઓરિસ્સા ચાલીગઇ હતી. તેની સાથે બનેલી ઘટના બાબતે તેના પરિવારજનોને માહિતગાર કરતા આખરે સુશાંત પરીડા વિરુધ્ધ પુરુષોતમપુર પોલીસ સ્ટેશન જી-ગંજામ ઓરિસ્સાનાં ખાતે તા. 25 મી મે 2019 ના રોજ અરજી આપેલ તે અરજી પોલીસ અધિક્ષક સુરત જીલ્લા ગ્રામ્યને ટ્રાન્સફર કરતા અંતે ઓલપાડ પોલીસે 14 મી સપ્ટેમ્બરના રોજ સુશાંત પરીડા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.