આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

યાત્રાધામ અંબાજી ખાતે આવેલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી કૉમેર્સ, આર્ટ્સ અને બીસીએ કૉલેજમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસ નિમિત્તે કૉલેજના તમામ ગુરુજનો પાસે જઈ અને તેમનું પૂજન કરી મોઢું મિઢું કરાવી અને છાત્રશક્તિ નામની પુસ્તક દરેક શિક્ષક ભેટ આપવામાં આવી હતી. ગુરુજનોનો આશીર્વાદ લઈ અને ગુરુજનો પાસે ગુરુપૂર્ણિમા, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધ વિષય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અંબાજી કૉલેજના તમામ ગુરુજનો દ્વારા બધાજ વિધાર્થીઓને આગળ વધો અને જીવનમાં સારી તરકી કરો તેવી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ABVPના બનાસકાંઠા જિલ્લા સંયોજક ધવલભાઈ જોષીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને અંબાજી શાખાના અંકિત ખારોલ, મનીષ માલવી, દિનેશ જોષી, દેવેન્દ્ર મકવાણા, રિતિક, પ્રિયાબેન ગૌસ્વામી, સોનિયા સરદાર, ભાવના જોષી, પાયલ જોષી જેવા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ આપી અને ગુરુપૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code