અમરેલી: ગાયોને ઘાસ ખવડાવતા યુવકોની અટકાયત મામલે ધાનાણીના ધરણાં

અટલ સમાચાર,ડેસ્ક અમરેલીમાં વિપક્ષના નેતા, કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણાને લઈ SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને વિપક્ષના નેતાને સમજાવ્યા હતા. SPની સમજાવટ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા સમેટી લીધા હતા. પરેશ ધાનાણીના ધરણા કરવાનું મુખ્ય કારણ એ હતું કે, લોકડાઉન વચ્ચે રસ્તા પર રઝડતી ગાયોને ઘાસચારો નાખતાં કેટલાક યુવાનોને પોલીસ
 
અમરેલી: ગાયોને ઘાસ ખવડાવતા યુવકોની અટકાયત મામલે ધાનાણીના ધરણાં

અટલ સમાચાર,ડેસ્ક

અમરેલીમાં વિપક્ષના નેતા, કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણાને લઈ SP ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને વિપક્ષના નેતાને સમજાવ્યા હતા. SPની સમજાવટ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા સમેટી લીધા હતા. પરેશ ધાનાણીના ધરણા કરવાનું મુખ્ય કારણ એ હતું કે, લોકડાઉન વચ્ચે રસ્તા પર રઝડતી ગાયોને ઘાસચારો નાખતાં કેટલાક યુવાનોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ બાબતે પરેશ ધાનાણીને જાણ થતાં જ તેમને ગાયોને ઘાસચારો નાખવા કેમ નથી દેતા એમ કહીને ધરણા શરૂ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલીમાં પરેશ ધાનાણીના ધરણામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે અને તેમના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ધરણા કરી રહેલા પરેશ ધાનાણીને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વિપક્ષના નેતા નહીં માનતા SP ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની સમજાવટ બાદ પરેશ ધાનાણીએ પોતાના ઘરણા સમેટી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન કારણે ઘણા ગરીબ લોકોને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે અમરેલીમાં રહેતા ગરીબ લોકોને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ભોજન કરાવવામાં આવે છે. બે દિવસ પહેલા જ અમરેલીના રસ્તા ઉપર રઝળતી ગાયોની વેદનાને જોઈને પરેશ ધાનાણી ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારો ભરીને પોતે ટ્રેક્ટર ચલાવીને ગાયોને ઘાસચારો નાખવા માટે પહોંચ્યા હતા. જોકે ઘાસચારો નાખી રહેલા યુવકોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા તેથી ગાયોની વેદનાને જોઈને પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા.