અમરેલી@લોકસભા: મોદીએ કરેલ અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છીએ: રાહુલ

અટલ સમાચાર,અમરેલી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું.
 
અમરેલી@લોકસભા: મોદીએ કરેલ અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છીએ: રાહુલ

અટલ સમાચાર,અમરેલી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું. દેશના લોકોને મોદી સરકારે દિલમાં ચોટ પહોંચાડી છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં દર વર્ષે કોંગ્રેસ સરકાર આપી શકે છે. મોદી સરકારની 15 લાખની વાત ખોટી છે. વધુમાં તેમંણે કહ્યું કે, ન્યાય યોજના મારફત 5 કરોડ પરિવારોને સહાય આપવામાં આવશે.

નરેન્દ્ર મોદી એ 5 વર્ષમાં કરેલ અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છે. જે 2019 ચૂંટણી જીતતાની સાથે જ લાગુ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, ન્યાય યોજનાના પૈસા ચોરોના બેંક ખાતામાંથી આવશે. રાહુલે વધુમાં કહ્યું કે, મેં કીધું હતું. કે કોંગ્રેસ સરકાર આવશે તો હું ખેડૂતો ના દેવા માફ કરીશ અને રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં માફ કરી દીધા છે. 2019 પછી જો કોંગ્રેસની સરકાર આવશે તો એટલે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ હશે.