સુરતઃ લોકડાઉનમાં વિરહનો વિયોગ સહન ના થતાં, પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પડેલા યુવાન પ્રેમ માટે કોઈપણ હદે જઇ શકે છે તેવી સુરતના પ્રેમીએ સાબિત કરી બતાવ્યુ હતું. જોકે કોરોનાને લઇને લોકડાઉન હોવાને લઇને પ્રેમિકાને મળવા જવાય તેવી પરિસ્તિથિ નહીં હોવાને લઇને પ્રેમિકાના વિયોગમાં પ્રેમી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આ પ્રેમી યુવકને સારવાર માટે સુરતની નવી
 
સુરતઃ લોકડાઉનમાં વિરહનો વિયોગ સહન ના થતાં, પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પડેલા યુવાન પ્રેમ માટે કોઈપણ હદે જઇ શકે છે તેવી સુરતના પ્રેમીએ સાબિત કરી બતાવ્યુ હતું. જોકે કોરોનાને લઇને લોકડાઉન હોવાને લઇને પ્રેમિકાને મળવા જવાય તેવી પરિસ્તિથિ નહીં હોવાને લઇને પ્રેમિકાના વિયોગમાં પ્રેમી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા આ પ્રેમી યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખાગામમાં રહેતો અને મજૂરી કામ કરતો 18 વર્ષીય રોહિત જીતુ રાઠોડ થોડા સમય પહેલા તેના ઘર નજીક ડાંગ સુગર ફેક્ટરી શ્રમજીવીઓ મજૂરી કરવા આવ્યા હતા. જેમાં એક છોકરી સાથે રોહિતની આંખ મળી ગઈ હતી અમે બંને જણા પરિવારના જાણ બહાર મળતા હતા. ત્યાર બાદ આ યુવતી ડાંગ ખાતે પરિવાર સાથે જતી રહી હતી જોકે બન્નેને પ્રેમ ચાલુ રહ્યો હતો અને બંને એક બીજા સાથે ફોન પર વાત પણ કરતા હતા. જોકે બંને મળ્યાને લાંબો સમય થઇ ગયો હોવાને લઈને આ બંને મળવા માંગતા હતા. અને મળવા માત્ર તારીખ નક્કી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાને લઇ લોકડાઉન આવતા આ બંને પ્રેમી કપલ મળી શકાય તેવી પરિસ્તિથિ ન હતી. જોકે લોકડાઉન હોવાને લઇને વ્યવહાર બંધ હોવાથી તે ડાંગ જઈ શકતો ન હતો જેના લીધે તે સતત પ્રેમિકાને મળવા માટે આતુર હતો. જોકે પ્રેમિકાના પ્રેમમાં આ યુવાન માનસિક તાણ સાથે પ્રેમિકાના વિયોગમાં નાસીપાસ થઈ ગયો હતો. અને પ્રેમિકાના વિયોગમાં આવીને ગતરોજ મંગળવારે પોતાના ઘરમાં આવેશમાં આવી જઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જોકે પરિવાર આ ઘટનાની જાણકારી મળતા આ યુવાનને તાત્કાલિક પરિવાર સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો.જ્યાં સારવાર બાદ આ યુવાનની તબિયત સારી હોવાનું તબીબો એ જણાવ્યુ હતું.