આર્મી-ડેઃ માઇનસ 20 ડિગ્રીએ હવા બરફ બની જાય આવી સ્થિતિમાં ભારતમાતાના લાલ ‘આગ’ બની અડીખમ ઉભા હોય છે

અટલ સમાચાર, મહેસાણા ભારતીય સેના ભારત માતાના નામે જીવ લેતા અને જીવ આપતા રહે છે તે જોવું, સાંભળવું અને કહેવું સાવ સહેલું છે પરંતુ એ સ્થિતિમાં એક જવાન કરી શકે તે સામાન્ય માણસ માટે કપરુ છે. તો આવો જાણીએ કેટલીક સેનાની વાતો… ભારત દેશની રક્ષા માટે તત્પર રહેનારી ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં તૈયાર રહે છે.
 
આર્મી-ડેઃ માઇનસ 20 ડિગ્રીએ હવા બરફ બની જાય આવી સ્થિતિમાં ભારતમાતાના લાલ ‘આગ’ બની અડીખમ ઉભા હોય છે

અટલ સમાચાર, મહેસાણા

ભારતીય સેના ભારત માતાના નામે જીવ લેતા અને જીવ આપતા રહે છે તે જોવું, સાંભળવું અને કહેવું સાવ સહેલું છે પરંતુ એ સ્થિતિમાં એક જવાન કરી શકે તે સામાન્ય માણસ માટે કપરુ છે. તો આવો જાણીએ કેટલીક સેનાની વાતો…

આર્મી-ડેઃ માઇનસ 20 ડિગ્રીએ હવા બરફ બની જાય આવી સ્થિતિમાં ભારતમાતાના લાલ ‘આગ’ બની અડીખમ ઉભા હોય છેભારત દેશની રક્ષા માટે તત્પર રહેનારી ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં તૈયાર રહે છે. સરહદ ક્ષેત્રમાં દેશનો કોઈપણ દુશ્મન ઘરમાં પ્રવેશ ન કરી શકે તે માટે તેઓ પોતાના પરિવારને ત્યાગી દેશની રક્ષાકાજે યુદ્ધભૂમિને પોતાનો પરિવાર માને છે.

આજે 15 જાન્યુઆરીએ સેના દિવસ તરીકે ઉજવાય છે. તમને વાંચીને ગર્વ થશે કે, ભારતીય સેના વિશ્વમાં સૌથી ઊંચાઈ પર સ્થિત સરહદની રક્ષા કરનારી સેના છે. સિયાચીનમાં માઇનસ 20 ડિગ્રીમાં હવા પણ બરફ બની જાય એવી સ્થિતિ માં ભારતમાતાનો લાલ અડીખમ ઉભો રહે છે તેમ આતંકીઓની મેલી નજરવાળા કાશ્મીરમાં ભારતીય સેના એક સમાન  રક્ષા માટે ઊભી રહે છે. સિયાચીન ગ્લેશિયર સમુદ્ર કિનારાથી 5 હજાર મીટરની ઉંચાઈએ સ્થિત છે. આ વિશ્વની સૌથી ઊંચી સરહદ છે.

15 જાન્યુઆરી 1949ના ભારતીય સેનાની કમાન બ્રિટિશ જનરલ પાસેથી ફીલ્ડ માર્શલ કે.એમ.કરિઅપ્પાને સોંપવામાં આવી હતી. આ સાથે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાંથી બ્રિટિશ શબ્દ કાયમ માટે દૂર થઈ ગયો અને તેને ઈન્ડિયન આર્મી કહેવામાં આવ્યું હતું. ફીલ્મ માર્શલ કરિઅપ્પા આઝાદ ભારતના પ્રથમ આર્મી ચીફ બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 15 જાન્યુઆરીને સેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

આર્મી-ડેઃ માઇનસ 20 ડિગ્રીએ હવા બરફ બની જાય આવી સ્થિતિમાં ભારતમાતાના લાલ ‘આગ’ બની અડીખમ ઉભા હોય છેભારતીય સેના સર્વ-સ્વયંસેવી દળ છે અને તેમાં દેશના સક્રિય રક્ષા કર્મીઓનો 80 ટકાથી વધુ ભાગ છે. ભારતીય સેના વિશ્વની એકમાત્ર એવી સેના છે, જેની પાસે 12 લાખથી વધુ સક્રિય સૈનિક છે તો 9 લાખથી વધુ રિઝર્વ ફોર્સમાં છે.

ભારતીય સેનાની તાકાતના ડંકા વિશ્વ કક્ષાએ વાગે છે. પૃથ્વી પર હિમ્મતવાન સેનામાં ભારતીયનો નંબર છે. આપણી સેનાના નામે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર પુલ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. હિમાલચની ટોંચ પર 18 હજાર 379 ફુટની ઉંચાઈ પર સેના દ્વારા નિર્મિત પુલનું નામ બેલી બ્રિઝ છે.

આર્મી-ડેઃ માઇનસ 20 ડિગ્રીએ હવા બરફ બની જાય આવી સ્થિતિમાં ભારતમાતાના લાલ ‘આગ’ બની અડીખમ ઉભા હોય છેઆજના આ આર્મી દિવસે અટલ સમાચાર ભારતીય સેના તેમજ સૈનિકને સલામી અર્પે છે…