george
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

જન્મઃ 3 જૂન, 1930

પૂર્વ રક્ષામંત્રી અને મહાન સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝનું 88 વર્ષની ઉંમરમાં મંગળવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અલ્ઝાઈમરથી પીડિત હોવાને કારણે તેઓ લાંબા સમયથી પથારીમાં જ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સ્વાઈન ફ્લૂ પણ થયું હતું. ર્ડાક્ટરોએ સ્વાઈન ફ્લૂને કારણે તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ રક્ષામંત્રી હતા તે સમયે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં પેહલીવાર કેન્દ્રમાં કાર્યકાળ પૂરો કરનારા ગઠબંધન સરકારમાં જ્યોર્જ રક્ષા મંત્રી રહ્યા હતા.

jyorj farnadish1પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે રક્ષા, ઉદ્યોગ અને રેલવે મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક મોટી હસ્તીઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે જ્યોર્જ સાહેબે ભારતના બેસ્ટ રાજકીય નેતૃત્વની આગેવાની કરી. તેમનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું.

હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, કન્નડ, ઉર્દૂ, મલયાલી, તેલુગુ, કોંકણી અને લેટિન. તેમના માતા કિંગ જ્યોર્જ પાંચમાના મોટા પ્રશંસક હતા. તેમના નામ પરથી જ તેઓએ પોતાના 6 સંતાનોમાંથી સૌથી પહેલા સંતાનનું નામ જ્યોર્જ રાખ્યું હતું.

તેઓ જ્યારે 16 વર્ષના થયા તો તેમને ક્રિશ્ચિન મિશનરીમાં પાદરી બનવાનું શિક્ષણ લેવા માટે મોકલાયા હતા. પરંતુ ચર્ચમાં પાખંડ જોઈને તેમનો મોહભંગ થયો હતો. તેમણે 18 વર્ષની ઉંમરમાં જ ચર્ચ છોડ્યું અને રોજગારીની શોધમાં મુંબઈ આવ્યા હતા.

જ્યોર્જે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ સમયમાં તેઓ મુંબઈ ચોપાટીની બેન્ચ પર ઊંઘતા હતા અને સતત સોશિયલિસ્ટ પાર્ટી અને ટ્રેડ યુનિયન આંદોલનના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ફર્નાન્ડીઝની શરૂઆતી છબી એક જબરદસ્ત વિદ્રોહીની રહી હતી. તે સમયે પ્રખર વક્તા રામ મનોહર લોહિયા તેમના પ્રેરણાદાયી હતા.

1950ના સમયમાં તેઓ ટેક્સી ડ્રાઈવર યુનિયનના બેતાજ બાદશાહ બની ગયા. વિખરાયેલા વાળ, પાતળો ચહેરો, કરચલીવાળા ખાદીના કુરતા-પાયજામો, ઘસાયેલી ચપ્પલ અને ચશ્મા પહેરીને તેઓ એક્ટિવિસ્ટ લાગતા હતા.

26 Oct 2020, 11:48 AM (GMT)

COVID-19 Global Stats

43,759,569 Total Cases
1,164,147 Death Cases
32,154,535 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code